Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

પૂર્વ એનએસએ માઇકલ ઉપર ખોટુ બોલવાનો આરોપ

જતા -જતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના વિશ્વાસુના ગુના માફ કરશે

વોશિંગ્ટન,તા. ૨૬: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ભરોસાપાત્ર પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇકલ ફલીનને ક્ષમા દાન આપવાની તૈયારીમાં છે. માઇકલને ૨૦૧૭માં પોતાનાી રૂસી સંપર્કો ઉપર એફબીઆઇથી ખોટુ બોલવાનો દોષી ઠર્યો હતો.

ચૂંટણીમાં રશીયાની ડખલથી સંબંધીત પુછપરછમાં તેમણે રૂસી રાજદુત સગઇ કિસલપાક સાથે થયેલ મુલાકાત અંગે એફબીઆઇ પાસે ખોટુ બોલ્યુ હોવાનું તેણે સ્વીકારેલ. કેટલાક રીપોર્ટ મુજબ ટ્રમ્પ માઇકલને ક્ષમાદાન આપી તેના ગુનાને માફ કરી દેશે અને તે કોર્ટ કાર્યવાહીથી બચી જશે.

(11:33 am IST)