Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

શોધમાં થયો ચોંકાવનારો ખુલાસો

સંક્રમિત લોકોની દાંતની સંખ્યા, મોઢામાં લાળનું પ્રમાણ અને અલગ અલગ રીતે છીંક ખાવાની રીત જણાવે છે અન્ય લોકોને સંક્રમણનો ખતરો કેટલો રહેશે

નવી દિલ્હી,તા.૨૬: દુનિયાભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો તેની સંપૂર્ણ રીતે શોધ કરી શકયા નથી. સતત અનેક પ્રકારના રિસર્ચ થઈ રહ્યા છે. એક શોધમાં જાણવા મળ્યું છે કે સુપર સ્પ્રેડરની મદદથી ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે. આ લોકો પોતાના ડ્રોપ્લેટ્સની મદદથી અનેક લોકોને સંક્રમિત કરે છે.

શોધના આધારે જાણવા મળ્યું છે કે સંક્રમિત લોકોની દાંતની સંખ્યા, મોઢામાં લાળનું પ્રમાણ અને અલગ અલગ રીતે છીંક ખાવાની રીત જણાવે છે કે તેમના ડ્રોપ્લેટ્સ હવામાં કેટલા દૂર સુધી જશે અને અન્ય લોકોને સંક્રમણનો ખતરો કેટલો રહેશે.

તેમનું કહેવું છે કે જેમનું નાક સાફ નથી અને જેમના દાંત પૂરા હોય છે તેમના મોઢામાંથી ડ્રોપ્લેટ્સ નીકળે છે જેનાથી સંક્રમણનો ખતરો વધારે રહે છે. તેમનું કહેવું છે કે દાંત છીંકને વધારે છે. એવામાં તેમનામાંથી નીકળતા ડ્રોપ્લેટ્સ પણ વધારે દૂર સુધી જાય છે. શોધકર્તાઓએ આવા ૬૦ ટકા લોકો સુધી વધારે ખતરનાક ડ્રોપ્લેટ્સ ઉત્પન્ન થતા હોવાનું શોધ્યું છે. તેઓએ કહ્યું કે મોઢામાંથી નીકળતી લાળ પણ છીંકના ડ્રોપ્લેટ્સ ફેલાવવામાં મદદ કરે છે. જેનાથી લાળ પાતળી બને છે અને ડ્રોપ્લેટ્સ નાના અને વધુ સમય સુધી હવામાં રહેનારા બને છે. જેની લાળ મધ્યમ અને ઘટ્ટ હોય છે તેમના ડ્રોપ્લેટ્સ વધારે સમય સુધી હવામાં રહેતા નથી. તેઓ જલ્દી નીચે જમીન પર પડે છે. તેનાથી સંક્રમણનો ખતરો ઘટે છે.

જરૂરી છે કે સરકાર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરો. આ સાથે બહાર નીકળતા પહેલાં માસ્ક પહેરો. હંમેશા હાથને સાબુના પાણીથી ધૂઓ. સામાજિક અંતર બનાવીને રાખો. શકય એટલું ઘરમાંથી બહાર ઓછું નીકળો. જયાં સુધી વેકસીન નહીં આવે ત્યાં સુધી સાવધાની જ સૌથી મોટો ઉપાય છે.

(11:32 am IST)