Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

દિલ્હી HCનો મહત્વ ફેંસલો

વ્યસ્ક મહિલા પોતાની મરજીથી ગમે ત્યાં અને ગમે તેની સાથે રહી શકે

નવી દિલ્હી,તા. ૨૬: દિલ્હી હાઈકોર્ટે માતા-પિતાની મરજી વિરુદ્ઘ લગ્ન કરનાર વયસ્ક યુવતીને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, વયસ્ક હોવાને કારણે યુવતીને અધિકાર છે કે તે જયાં ઈચ્છે અને જેની સાથે ઈચ્છે રહી શકે છે. હાઈકોર્ટે પોલીસને કહ્યું કે, તે પોતાની મરજીથી ઘર છોડીને જતી અને પોતાની પસંદની વ્યકિત સાથે લગ્ન કરનાર ૨૦ વર્ષની યુવતાના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરે અને તેમને સમજાવે કે તે પુત્રી-જમાઈને ધમકારે નહીં ન તો કાયદો પોતાના હાથમાં લે.

હાઈકોર્ટે કહ્યું કે, વયસ્ક હોવાને કારણે યુવતીને અધિકાર છે કે તે જયાં ઈચ્છે અને જેની સાથે ઈચ્છે રહી શકે છે. ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને ન્યાયમૂર્તિ રજનીશ ભટનાગરની પીઠે નિર્દેશ આપ્યો કે યુવતીને વ્યકિત (પતિ)ની સાથે રહેવાની મંજૂરી છે. કોર્ટે પોલીસને તે વ્યકિતને ઘરે લઈ જવાનું કહ્યું હતું.

પીઠે કહ્યું, 'યુવતી વયસ્ક હોવાને કારણે જયાં ઈચ્છે, જેની સાથે ઈચ્છે રહી શકે છે. તેથી અમે નિર્દેશ આપીએ કે યુવતીને વાદી નંબર ૩ (વ્યકિત)ની સાથે રહેવાની મંજૂરી છે. અમે પોલીસ અને તંત્રને નિર્દેશ આપીએ છીએ કે તે યુવતીને વ્યકિતના ઘરે છોડીને આવે.' પીઠે પોલીસને કહ્યું કે, તે યુવતીના માતા-પિતા અને બહેનને સમજાવે કે તે કાયદો પોતાના હાથમાં ન લે અને યુવતી કે યુવકને ધમકી ન આપે.

કોર્ટે કહ્યું કે, યુવતી અને તેના પતિને તેના નિવાસ્થાન સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીનો મોબાઇલ નંબર આપવામાં આવે જેથી જરૂર પડે તો તે પોલીસનો સંપર્ક કરી શકે. કોર્ટે યુવતીની બહેન દ્વારા દાખલ હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે.

(9:46 am IST)