Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અમેરિકામાં એક જ દિવસમાં ૨,૫૧૭ના મૃત્યુ પ્રતિ ૪૦ સેકન્ડે કોરોના એક દર્દીને ભરખી ગયો

રશિયામાં વીતેલા ૨૪ કલાકમાં ૪૧૦ તો જર્મનીમાં ૫૦૭ મૃત્યુ નોંધાયાં: વિશ્વભરમાં કોરોના સંક્રમણના કુલ છ કરોડથી વધુ કેસઃ ૧૪,૧૮,૦૬૩થી વધુ મૃત્યુ

વોશિંગ્ટન,તા. ૨૬: વિશ્વમાં કોરોના સંક્રમણ કેર વર્તાવી રહ્યું છે. વિશ્વભરમાં કોરોના સંક્રમણના કુલ છ કરોડથી વધુ કેસ નોંધાઈ ચૂકયા છે. કોરોના વાઇરસ અત્યારસુધીમાં કુલ ૧૪,૧૮,૦૬૩થી વધુ લોકોનો ભોગ લઈ ચૂકયો છે. વિશ્વભરના અનેક દેશોમાં પ્રતિદિનનો મૃત્યુદર ઊંચો આવી રહ્યો છે. રશિયામાં વીતેલા ૨૪ કલાકમાં ૪૧૦ તો જર્મનીમાં ૫૦૭ મૃત્યુ નોંધાયા હતા. ક્રિસમસ સામે આવી રહી હોવાથી ચાન્સેલર એન્જેલા મર્કેલ રાજયોમાં ગાઇડલાઇનનું કડકપણે પાલન થાય તે હેતુસર ૧૬ સ્ટેટના વડાઓ સાથે વાતચીત કરી હતી. અમેરિકામાં વાઇરસ સંક્રમણની સ્થિતિ અત્યંત વણસી ચૂકી છે. મે મહિના પછી પહેલી જ વાર એક દિવસમાં મૃત્યુની સંખ્યા ૨,૦૦૦ને પાર કરી ગઈ છે. દેશભરની હોસ્પિટલની પથારી ભરાઈ ચૂકી છે. થેંક ગિવિંગ હોલિડેમાં મૃત્યુદર હજી પણ વધે તેવી શંકા સેવાઈ રહી છે.

અમેરિકામાં એક જ દિવસમાં ૨,૧૫૭ મૃત્યુ નોંધાયા હતા. અમેરિકામાં પ્રતિ ૪૦ સેકન્ડે કોરોના એક દર્દીને ભરખી રહ્યો છે. મહામારી ફેલાવાના આરંભિક કાળમાં ૧૪ એપ્રિલના રોજ વિક્રમજનક ૩,૩૮૪ મૃત્યુ નોંધાયા હતા. અમેરિકામાં એક જ દિવસમાં નવા ૧,૭૦,૦૦૦ કેસ સામે આવ્યા છે. જાણકારોનું માનવું છે કે લાખો અમેરિકન્સ ચેતવણીની અવગણના કરીને પ્રવાસ ખેડતા રહ્યા હોવાથી થેંક ગિવિંગ રજાના દિવસે સંક્રમિત કેસોની સંખ્યા હજી ઊંચી જઈ શકે છે. અમેરિકામાં એક જ દિવસમાં ૮૭,૦૦૦ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા.

જોન્સ હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિનના ડો.તાતિઆના પ્રોવેલે જણાવ્યું હતું કે અમેરિકામાં કોરોના ૨,૬૦,૦૦૦થી વધુ મૃત્યુ નોંધાઈ ચૂકયા છે. ૧.૨૬ કરોડ લોકો સંક્રમણને ભોગ બની ચૂકયા છે. સંક્રમણને મોરચે પણ અમેરિકા વિશ્વમાં સૌથી આગળ છે. થેંક ગિવિંગ પ્રવાસ હજી પણ અમેરિકાને બીજા દેશો કરતાં આગળ જ રાખશે. અમેરિકાના પ્રત્યેક વ્યકિતનો માઇન્ડ સેટ આપણા સેંકડો, હજારો લોકોનો ભોગ લઈ રહ્યો છે.

અમેરિકામાં ૨૬ નવેમ્બરે થેંક્ ગિવિંગ ડેની ઉજવણી થવાની છે. અધિકારીઓએ લોકોને પ્રવાસ ખેડવાને બદલે દ્યરમાં જ રહેવા અપીલ કરી છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સે એક નકશો તૈયાર કરીને કયા વિસ્તારના લોકો ઘરમાં રહ્યા અને કયા વિસ્તારના લોકો બહાર જોવા મળ્યા તેની જાણકારી આપવા નક્કી કર્યું છે. ૨૭ ટકા લોકો તો બહાર જઈને ડિનર કરવાની યોજના દ્યડી ચૂકયા છે.

અમેરિકા, બ્રાઝિલ, ફ્રાન્સ, રશિયા સહિતના ૫૪ દેશોમાં કોરોના સંક્રમણનું બીજું મોજું ફરી વળ્યું છે. સૌથી વધુ અસર ઉત્ત્।ર અમેરિકા,યુરોપ અને એશિયાઈ દેશોમાં જોવા મળે છે. ભારતમાં પણ બીજું મોજું બારણે ટકોરા મારી રહ્યું છે.

બ્રિટનમાં ૨૨ અબજ ડોલર (અંદાજે બે લાખ કરોડ રૂપિયા)નો ટેસ્ટ એન્ડ ટ્રેસ પ્રોગ્રામ નિષ્ફળતાની કગાર પર છે. આ કાર્યક્રમ મુજબ સરકારી પ્રતિનિધિ ૧ લાખ ૧૦ હજાર લોકો સુધી પહોંચ બનાવવાની હતી. પરંતુ લોકોના પૂરતા પ્રતિભાવને અભાવે  કાર્યક્રમ ખોટકાયો છે.

(9:46 am IST)
  • એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST

  • દિલ્હીમાં વીક એન્ડ કર્ફયુ લાગુ થઈ રહ્યો છે? વિકલ્પે નાઈટ કર્ફયુ : દિલ્હીમાં નાઈટ કર્ફયુ અથવા વીક એન્ડ કર્ફયુ આવી રહેલ છે : હાઈકોર્ટમાં કેજરીવાલ સરકારે વિગતો આપી access_time 5:04 pm IST

  • ૨૦૨૧માં હરિદ્વારમાં ઉતરાખંડ સરકાર દ્વારા આયોજીત મહાકુંભની તૈયારીઓનો રીપોર્ટ આપો : નૈનીતાલ હાઈકોર્ટ access_time 4:00 pm IST