Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અહેમદભાઈ પટેલનો પાર્થિવદેહ વડોદરા પહોંચ્યો : કાલે તેમના વતન પીરામણ ખાતે દફનવિધી થશે

દફનવિધીમાં રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને કમલનાથ સહિતના નેતાઓ ગુજરાત આવશે.

વડોદરા : કોંગ્રેના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલનું કોરોનાની લાંબી બિમારી બાદ નિધન થયું છે. અહેમદભાઈ પટેલનો  પાર્થિવદેહ વડોદરા પહોંચી ગયો છે. વડોદરાથી અહેમદભાઈ  પટેલના પાર્થિવદેહને તેમના વતન પીરામણ ખાતે લઇ જવાશે. આવતીકાલે 10 વાગ્યે પીરામણ ખાતે દફનવિધી થશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની દફનવિધીમાં રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને કમલનાથ સહિતના નેતાઓ ગુજરાત આવશે.

(12:00 am IST)
  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • દિલ્હીમાં વીક એન્ડ કર્ફયુ લાગુ થઈ રહ્યો છે? વિકલ્પે નાઈટ કર્ફયુ : દિલ્હીમાં નાઈટ કર્ફયુ અથવા વીક એન્ડ કર્ફયુ આવી રહેલ છે : હાઈકોર્ટમાં કેજરીવાલ સરકારે વિગતો આપી access_time 5:04 pm IST

  • બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં કૌભાંડ મામલે ખેડા શહેરમાં ACBના ઉચ્ચ અધિકારીઓના દરોડા : ICICI બેંક અને HDFC બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું access_time 12:02 am IST