Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

શિવસેના નેતાએ રાજીનામુ ફગાવ્યું : કહ્યું જે શ્રીરામના નથી તે મારા કામ ના નથી

સરકારની શપથવિધિ પહેલા યુવા સેના એકમના રમેશ સોલંકીએ રાજીનામુ આપ્યું

 

મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરતા શિવસૈનિકોને પસંદ પડ્યું નથી,રમેશ સોલંકીએ શિવસેનાની યુવા સેના યુનિટમાંથી રાજીનામુ ફગાવી દીધું છે તેણે મહારાષ્ટ્રમા બનેલ ગઠબંધન પ્રત્યે રોષ ઠાલવતા ટ્વીટ કરીને કહ્યું કે હું શિવસેના અને યુવા સેનાના સન્મનિતપદ પરથી રાજીનામુ આપી રહ્યો છું અને આદિ ભાઈનો આભાર,જેણે મને મુંબઈ,મહારાષ્ટ્ર અને ભારતના લોકોની સેવા કરવા તક આપી

 રમેશ સોલંકીએ એક ટ્વીટમાં કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી લોકો મને પક્ષ અંગે પૂછે છે હું સ્પષ્ટ કરવા મંગુ છું કે જે શ્રી રામના નથી ( કોંગ્રેસ ) તે મારા કોઈ કામના નથી

તેણે કહ્યું કે 1992માં 12 વર્ષની વયે બાલા સાહેબથી પ્રભાવિત થયો અને 1998માં સત્તાવાર રીતે શીવસેનાથી જોડયો દરમિયાન હિંદુત્વ વિચારધારાનું અનુસરણ કરતા કેટલાયે પદ પર કામ કર્યું છે

(1:03 am IST)