Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ભારત અને ચીન વચ્ચે તાકાતની લડાઇમાં આવવા નથી માંગતાઃ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિની પ્રતિક્રિયા

        શ્રીલંકાના  નવ નિયુકત રાષ્ટ્રપતિ ગોટાબેય રાજપક્ષેએ કહ્યું છે કે એમનો દેશ ભારત અને ચીન વચ્ચે તાકાતની લડાઇમાં આવવા નથી ઇચ્છતો.

        એમણે કહ્યું અમે મિત્ર દેશની જેમ ભારત સાથે કામ કરશું અમે ભારતની ચિંતાઓને સમજીએ છીએ એટલે આવા કોઇપણ કામમાં લિપ્ત થવા નથી ઇચ્છતા જે ભારતની સુરક્ષાને ખતરો પેદા કરે.

        ર૯ નવેમ્બરના ભારત યાત્રા પર આવશે રાષ્ટ્રપતિ બન્યા પછી  આ તેમની પ્રથમ ઔપચારિક વિદેશ યાત્રા છે.

(11:46 pm IST)