Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સુપ્રીમ કોર્ટે બહુમત માટે ૩૦ કલાક આપ્યા, અમે ૩૦ મિનિટમાં સાબિત કરીશું: સંજય રાઉત

રાઉતે કહ્યું છે કે સત્ય હેરાન થઈ શકે છે, પરાજિત નહીં

નવી દિલ્હી, તા.૨૬: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને સુપ્રીમનો જે નિર્ણય આવ્યો છે ત્યારબાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ખાસ પ્રતિક્રિયા આપી છે. રાઉતે કહ્યું છે કે સત્ય હેરાન થઈ શકે છે, પરાજિત નહીં. તેઓએ હિંદીમાં ૨ ટ્વિટ કરી છે. પહેલામાં લખ્યું છે સત્યમેવ જયતે. જયારે અન્ય ટ્વિટમાં લખ્યું છે કે સત્ય હેરાન થઈ શકે છે, પરાજિત નહીં. જય હિંદ. મહારાષ્ટ્રના રાજયપાલ ભગત સિંહ કોશ્યારીએ બુધવારે શકિત પરીક્ષણ નક્કી કરાવવાની અને ગુપ્ત મતદાન ન કરી શકવાના નિર્ણયને લઈને રાકાંપાએ મંગળવારે કહ્યું કે સત્યમેવ જયતે અને ભાજપનો ખેલ પૂરો થયો.

રાકાંપાના પ્રવકતા નવાબ મલિકે કહ્યું છે કે સત્યમેવ જયતે, ભાજપનો ખેલ પૂરો. કોર્ટે આદેશ આપ્યો છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને માટે મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવા માટે વિશ્વાસ જ બહુમત હશે.  સાથે જ સુપ્રીમ કોર્ટના રાજયપાલ કોશ્યારી પણ નિર્દેશ આપ્યો કે સદન બુધવારે જ દરેક સભ્યોને શપથ અપાવશે. આ પ્રક્રિયા સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વિધાનસભામાં કોઈ ગુપ્ત મતદાન થશે નહીં. તેનું લાઈવ કવરેજ કરવામાં આવશે.

(4:13 pm IST)