Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

બંધારણની મજબુતીથી એક ભારત, શ્રેષ્ઠ ભારત

બંધારણ દિવસ પર પીએમ મોદીનું સંસદમાં સંયુકત સંબોધન

નવી દિલ્હી,તા.૨૬: આજે બંધારણનો દિવસ છે. ૨૬ નવેમ્બર ૧૯૪૯માં આજ રોજ બંધારણને અપનાવવામાં આવ્યું હતું. બંધારણ દિવસ નિમિતે મંગળવારે સંસદના સેન્ટ્રલ હોલમાં બન્ને સંદનોનું સંયુકત સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી સંબોધિત કરી રહ્યા છે.

બંધારણ દિવસ નિમિતે સંસદના સંયુકત સત્ર સેન્ટ્રલ હોલમાં ચાલું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ હાજર છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે...

૨૬ નવેમ્બરે આપણે દુઃખ પણ પહોંચાડે છે. જયારે મુંબઇમાં આતંકવાદી યોજનાઓએ આજ સુધીની ભારતની મહાન પરંપરાઓ, હજારો વર્ષોથી સાંસ્કૃતિક વારસાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. હું ત્યાં માર્યા ગયેલ તમામ મહાન આત્માઓને સલામ કરું છુંૅં વડા પ્રધાન મોદી

હું ૧૩૦ કરોડ ભારતીયો સામે નતમસ્તક છું. જેમને લોકતંત્ર પ્રત્યે આસ્થાને ઓછી થવા ના દીધી અને સંવિધાનને પવિત્ર ગ્રંથ માન્યોૅં પીએમ મોદી બંધારણની મજબૂતીથી એક ભારત, શ્રેષ્ઠ ભારતઃ પીએમ મોદી ભારતની લોકશાહી અને બંધારણને સલામ છેઃપીએમ મોદી સંવિધાનના એક-એક અનુચ્છેદની ચર્ચા થઈઃપીએમ મોદી દેશવાસીઓએ બંધારણને આંચન આવવાના દીધીઃપીએમ મોદી  આ સદન જ્ઞાનનું મહાકુંભ છેઃપીએમ મોદી ૭ દાયકા પહેલા આ જ સેન્ટ્રલ હોલમાં એટલી જ પવિત્ર આવાજો ગૂંજી હતી. તર્ક આવ્યા, તથ્ય આવ્યા, આસ્થાની ચર્ચા થઈ, સપનાઓની ચર્ચા થઈ. પીએમ મોદી

(3:17 pm IST)