Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

નાસા માર્સ ૨૦૨૦ રોવર મિશનની રૂપરેખા તૈયારઃ ૨૦૨૧ની શરૂઆતમાં ઉતરશે મંગળની સપાટી પર

જીવનની ભાળ મેળવવા પ્રયાસ : જીવનની ભાળ મેળવવા મંગળની માટી લાવશે

વોશીંગ્ટનઃ એન્જીનીયરોએ મંગળગ્રહ પર ખડકો ભેગા કરીને તેના સેમ્પલ લાવવાની યોજના બનાવી જેની પરિકલ્પના સૌથી જટિલ અંતરિક્ષ પરિયોજનાઓમાંની  એક છે. આ મિશનને નાસા માર્સ ૨૦૨૦ રોવર. આ યોજનાને નાસા અને યુરોપિય અંતરિક્ષ એજન્સી (ઈએસએ) મળીને વિકસીત કરી રહ્યા છે.

ખરેખર તો, આ યોજનામાં એક એવા રોબોટ રોવર્સને સામેલ કરવામાં આવ્યુ છે, જે ત્યાના ભૂતકાળની સાબિતીઓ એકઠી કરશે. હમણાં જ નાસાએ આ પ્રકારના મિશન માટેની રૂપરેખા તૈયાર કરી છે., જેમાં અબજો પાઉન્ડનો ખર્ચ થશે.

ગયા અઠવાડીયે ઈએસએના મેનેજીંગ ડાયરેકટર જેન વોર્નરે કહ્યુ કે મંગળ પર થી સેમ્પલ લાવવા અમારા ભવિષ્યના કાર્યક્રમનો એક મહત્વપુર્ણ હિસ્સો છે. અને મને ઘણી આશા છે કે યુરોપના વિજ્ઞાન પ્રધાનો તેને મંજુર કરશે. જોકે એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ મિશન બહુ પડકાર રૂપ બનશે.

માર્સ ૨૦૧૦ રોવરને વિકસીત કરવાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. અને તેને ૨૦૨૧ની શરૂઆતમાં મંગળ પર ઉતારવાનુ નક્કી જ છે.

(3:17 pm IST)