Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

કોર્પોરેટ ટેક્સમાં કાપ મુકવાથી 1.45 કરોડનું મહેસૂલી નુકસાન થવાની ભીતિ

સાંસદ નુસરત જહાં રુહીના પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરે આ જાણકારી આપી

નવી દિલ્હી : નાણાકીય વર્ષ 2019-20 માટે કોર્પોરેટ ટેક્સમાં કાપ મુકવાને કારણે 1,45,000 કરોડ રૂપિયાની મહેસૂલી ખોટ જવાની ભીતિ છે. લોકસભામાં સાંસદ નુસરત જહાં રુહીના પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરે આ જાણકારી આપી હતી.

તેમણે કહ્યું કે કોર્પોરેટ ટેક્સમાં કાપ દ્વારા આપવામાં આવેલા પ્રાેત્સાહનોથી અર્થવ્યવસ્થામાં ટૂંક સમયમાં પ્રભાવ પડશે. ભારતમાં નવા રોકાણથી માત્ર નવી નોકરીઆે સર્જન થવાનું અનુમાન છે એટલું જ નહી બલ્કે આવકમાં પણ વધારો થશે અને તેના ફળસ્વરૂપે મધ્યમથી લાંબા ગાળામાં કર સંગ્રહમાં વધારો થશે.

  એવું પૂછવા પર કે કોર્પોરેટ કરમાં કાપ મુકવાને કારણે વાર્ષિક મહેસૂલી નુકસાની કેટલી જશે ં આ સવાલનો જવાબ આપતાં અનુરાગ ઠાકુરે કહ્યું કે નાણાકીય વર્ષ 2019-20 માટે કોર્પોરેટ ટેક્સમાં કાપ મુકવાને કારણે 1,45,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે મહેસૂલ સંગ્રહમાં તેજી લાવવા માટે તેને વધુ વ્યાપક બનાવવામાં આવશે અને સરકાર દ્વારા ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. કોપાર્રેટ કર આેછો થવાથી રોકાણ આકર્ષિત થશે, નોકરીઆે ઉભી થશે જેથી સમગ્ર આર્થિક વિકાસ વધવાનું અનુમાન છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે 20 સપ્ટેમ્બરે 2019માં કેન્દ્રએ વટહુકમ લાવીને કોર્પોરેટ ટેક્સમાં છૂટ આપી હતી. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કરાધાન કાનૂન (સંશોધન) અધિનિયમ 2019ને લોકસભામાં રજૂ કર્યું હતું.

(12:50 pm IST)