Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

'સામના'માં શિવસેનાની તડાફડી

મહારાષ્ટ્રમાં અજીત પવારની ગેમ પ્લાનનું સુરસુરીયુ

મુંબઇ તા ૨૬  : મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ધબધબાટી સંસદથી માંડીનેૃ સડક સુધી જોવા મળી રહી છે. શિવસેનાએ પક્ષના મુખપત્ર સામનામાં ફરી એક વાર ભાજપા અને અજીત પવાર પર નિશાન તાંકયું છે. સામનામાં લખવામાં આવ્યું છે કે, સત્તા માટે આંધળા લોકોએ મહારાષ્ટ્રના સ્વાભિમાન અને પ્રતિષ્ઠાના હાટડા માંડયા છે, જેને મહારાષ્ટ્ર સાથે કોઇ પણ પ્રકારનો ભાવનાત્મક સંબંધ નથી તેવા લોકો શિવાજીના મહારાષ્ટ્રની ઇજ્જત ધુળમાં મેળવી રહ્યા છે.

સામનામાં લખવામાં આવ્યું છે કે, આ લોકોએ (દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર) બોગસ કાગળો રજુ કર્યા અને બંધારણના રક્ષક ભગતસિંહ નામના રાજયપાલે આંખો બંધ કરીને તેમના પર વિશ્વાસ કોર્ય, પછી ત્રણ પક્ષોના ધરાસભ્યોએ પોતાના હસ્તાક્ષર વાળો પત્ર સોંપ્યો તે બાબતે ભગતસિંહ રાજયપાલ મહોદયનું શુ઼ કહેવું છે ? એક ભગતસિંહે દેશની આઝાદી માટે ફાંસીનો ફંદો સ્વીકારી લીધો હતો, તે તો આપણે જાણીએ છીએ. જયારે બીજા ભગતસિંહની સહીથી રાતના અંધકારમાં લોકતંત્ર અને આઝાદીને વધસ્થંભ ઉપર ચડાવી દેવાઇ.

સામનામાં કહેવાયું છે કે મહારાષ્ટ્રમાં જે કંઇ પણ થયું તેને ચાણકય નીતી અથવા હોશ્યારી સાહેબની હોશીયારી કહેવું ભુલ ગણાશે. ધારાસભ્યોના અપહરણ કરવા, તેમને બીજા રાજયમાં લઇ જઇને પુરી રાખવા, આ કેવી ચાણકય નીતી છે? અજીત પવારનો બધો ખેલ હવે પુરોથઇ ગયો ત્યારે તેમણે કહયું કે શરદ પવાર જ અમારા નેતા છે અને હું એનસીપીનો જ છું. આ હારની માનસિકતા છે. અજીત પવારને સંબોધિત કરતા સામનામાં લખાયું છે કે,  જો તમે શરદ પવારના ભત્રીજા તરીકે ફરતા હો તો પહેલા બારામતીથી ધારાસભ્યપદેથી અને પક્ષના હોદા પરથી રાજુનામુ આપીને તમારે પોતા નું અલગ રાજકારણ ઉભુ કરવું જોઇએ, જે કંઇ કાકાની કમાણી છે તેની ચોરી કરીને હુંનેતા, મારો પક્ષ એમ કહેવું તે ગાંડપણ છે.

(11:42 am IST)