Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પાકિસ્તાનમાં રાજકીય ઉથલ- પાથલના ભણકારાઃ ''જો અને તો''ના તર્ક- વિતર્કોએ જોર પકડયું

નવાઝને ઈમ્યુલ થ્રોમ્બો સાઈટોપેનિયા નામનો રોગ છે. જેમાં લોહીમાં ખરાબીને કારણે પ્લેટલેટ કાઉન્ટ જબરદસ્ત ઘટી જાય છે : નવાઝ શરીફ અને તેમના પુત્રી મરિયમ શરીફને તબીબી સારવાર અર્થે પાકિસ્તાનથી લંડન જવાની મંજૂરી અપાયા બાદ અનેક અટકળો શરૂ

નવીદિલ્હી,તા.૨૬: પાકિસ્તાનના ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફ અદ્યતન તબીબી સારવાર માટે થોડા દિવસો પૂર્વે લંડન જવા રવાના થઈ ગયાં છે. તેમને ઈમ્યુલ થ્રોમ્બો સાઈટોપેનિયા નામનો રોગ છે. જેમાં લોહીમાં ખરાબીને કારણે પ્લેટલેટ કાઉન્ટ જબરદસ્ત ઘટી જાય છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ રાજકીય પ્રેરિત સાબિત નહીં થઈ શકેલા ભ્રષ્ટાચારના આરોપસર સાત વર્ષની જેલની સજાનો સામનો કરી રહ્યાં છે. શરીફ રાજકીય પ્રેરિત સાબિત નહીં થઈ શકેલા ભ્રષ્ટાચારના આરોપસર સાત વર્ષની જેલની સજાનો સામનો કરી રહ્યાં છે. શરીફને જો જેલમાં જ કંઈ વધુ નુકશાન થયું હોતો તો તેનો દોષનો ટોપલો સેના પર થોપવામાં આવ્યો હોત. શરીફનો રાજકીય બેઝ સૌથી ગીચ પ્રાંત પંજાબ છે કે જયાં તેઓ લોકપ્રિય છે. જયારે તેમની પુત્રી મરિયમ નવાઝ શરીફ પક્ષની બાગડોર પોતાના પિતાના સ્થાને સંભાળવા તૈયાર છે. આથી પિતા સાથે તેમને દેશ બહાર મોકલવાથી આર્મી માટે ઈચ્છનીય પગલું હોતું નથી. આમ પાકિસ્તાનમાં રાજકીય બદલાવના નિર્દેશો મળી રહ્યાં છે. નવાઝ શરીફ અને તેમના પુત્રી મરિયમ શરીફને તબીબી તપાસ માટે દેશ છોડવાની મંજૂરી અપાતા પાકિસ્તાનમાં રાજકીય ઊથલપાથલ કે શાસન પલ્ટાની જોરદાર અટકળો વહેતી થઈ છે. આમ પાકિસ્તાનમાં મોટા પાયે રાજકીય બદલાવ થવાના ભણકારા વાગી રહ્યાં છે. જો કે આ બધું નવાઝ શરીફના સ્વાસ્થ્ય પર આધારીત છે. જો નવાઝ શરીફની તબિયતમાં સારો એવો સુધારો થશે તો તેઓ જેલમાં પણ ચૂપ બેસી રહેશે નહીં. તેમના ભાઈ શાહબાઝ શરીફ એક કાર્યક્ષમ પ્રશાસક છે પરંતુ પંજાબની બહાર તેમની કોઈ અપીલ નથી. આમ પાકિસ્તાનમાં મોટા પાયે રાજકીય બદલાવ અને શાસન પલ્ટાના એંધાણો વરતાઈ રહ્યાં છે.(૩૦.૨)

(11:38 am IST)