Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

આજે ભારતીય બંધારણીય દિન

દેશમાં દર વર્ષે ૨૬ નવેમ્બરને બંધારણીય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસને બંધારણ નિર્માતા ડો.ભીમરાવ આંબેડકરને યાદ કરવામાં આવે છે. યુજીસીએ પણ દેશની બધી યુનિ.ઓને આદેશ આપ્યા કે તે ૨૬ નવેમ્બરે 'બંધારણીય દિવસ' રૂપે મનાવે.

ભારતના બંધારણ નિર્માતારૂપે  ડો.ભીમરાવ આંબેડકરને ઓળખવામાં આવે છે. તેમણે ભારતીય બંધારણરૂપે દુનિયાનું સૌથી મોટું બંધારણ તૈયાર કર્યું છે. આને દુનિયાના બધા બંધારણોને તપાસ્યા પછી બનાવવામાં આવ્યું. આને વિશ્વનું સૌથી મોટું બંધારણ માનવામાં આવે છે. જેમાં ૪૪૮ લેખ, ૧૨ અનુસૂચિઓ અને ૯૪ સંશોધન સામેલ છે. આ હસ્તલિખિત બંધારણ છે જેમાં ૪૮ આર્ટિકલ છે. આને તૈયાર કરવામાં ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૭ દિવસનો સમય લાગ્યો હતો.

૨૬ નવેમ્બર ૧૯૪૯એ ભારતીય બંધારણસભાની તરફથી આને અપનાવવામાં આવ્યો અને ૨૬ નવેમ્બર ૧૯૫૦એ આને લોકતાંત્રિક સરકાર પ્રણાલી સાથે લાગુ કરવામાં આવ્યું. આના માટે ૨૯ ઓગસ્ટે ૧૯૪૭એ ભારતના બંધારણનો ખરડો તૈયાર કરનારી સમિતિની સ્થાપના કરવામાં આવી હતી અને આના અધ્યક્ષ રૂપે ડોકટર ભીમરાવ આંબેડકરની નિયુકિત થઈ હતી.

બંધારણનું માળખું તૈયાર કરનારી સમિતિ હિન્દી અને અંગ્રેજી બંનેમાં જ હસ્તલિખિત અને કોલીગ્રાફડ હતી. આમાં કોઈપણ પ્રકારની ટાઈપિંગ કે પ્રિંટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. બંધારણ સભાના ૨૮૪ સભ્યોએ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦એ દસ્તાવેજ પર સહી કરી. તેમાં માત્ર ૧૫ મહિલા સભ્ય હતી. બે દિવસ પછી આને લાગુ કરવામાં આવ્યું હતું.

(11:37 am IST)