Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અજિત પવારને સિંચાઇ કૌભાંડમાં કિલનચીટ કેમ ? એનસીપી - કોંગ્રેસ - શિવસેનાની સુપ્રિમમાં ફરિયાદ

એસીબીના કિલનચીટના આદેશ પર સ્ટેની માંગ

નવિદિલ્હી તા.૨૬: મહારાષ્ટ્રમાં રાજકીય ગતિરોધ વચ્ચે ઉપર મુખ્યમંત્રી અજિત પવારનો વધુ એક મામલો સુપ્રિમ કોટે પહોંચી ગયો છે. હવે શિવસેના , એનસીપી અને કોંગ્રેસે અજિત પવારને ભ્રષ્ટાચાર વિરોધી શાખા એટલે કે એસીબી દ્વારા સિંચાઇ કૌભાંડમાં કિલનચીટ મળવાને સુપ્રિમ કોર્ટમાં પડકારેલ છે.

સુપ્રિમ કોર્ટમાં દાખલ અરજીમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસે કહ્યુ છે કે જ્યાં સુધી વિધાનસભા ગૃહમાં શકિત પરિક્ષા ન થાય ત્યાં સુધી સીએમ ફડણવીસ કોઇ નીતિગત નિર્ણય લઇ ન શકે તેઓના પર મનાઇ ફરમાવવી જોઇએ . ત્રણેય પક્ષોની આ અરજીમાં એલસીબીએ સોમવારે જારી આદેશ  પર સ્ટે ફરમાવવા પણ માંગ થઇ છે. અજિત પવારની રૂ.૭૦,૦૦ કરોડના સિંચાઇ કૌભાંડમાં સંડોવણી હતી.

(11:41 am IST)