Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પેટ્રોલ ભડકે બળે છેઃ ભાવ ૧ વર્ષની સર્વોચ્ચ સપાટીએ

પ દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ પ૬ પૈસા મોંઘુ થયું : મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૦.૪ર તથા ડીઝલ ૬૮.૯૪

નવી દિલ્હી તા. ર૬ :.. પેટ્રોલના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આજે પેટ્રોલના ભાવ ૧ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. દિલ્હી, મુંબઇ, અને કોલકતામાં પેટ્રોલના ભાવમાં ૧૦ પૈસા પ્રતિ લીટર વધારો થયો છે. તો ચેન્નાઇમાં પેટ્રોલ ર૬ પૈસા મોંઘુ થયું છે. આ સાથે ચેન્નાઇમાં ડિઝલના ભાવ પ્રતી લીટર ૧પ પૈસા વધ્યા છે.

આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૭૪.૭૬, મુંબઇ રૂ. ૮૦.૪ર, કોલકતા રૂ. ૭૭.૪૪ અને મદ્રાસ રૂ. ૭૭.૮૮ રહ્યા છે.

ડીઝલના ભાવ દિલ્હી, મુંબઇ, કોલકતા અને મદ્રાસમાં અનુક્રમે રૂ. ૬પ.૭૩, ૬૮.૯૪, ૬૮.૧૪ અને ૬૯.૬ર રૂ. પ્રતિ લીટર થયા છે.

રીટેલમાં વેંચાતા પેટ્રોલમાં પપ.પ૦ ટકા તથા ડીઝલમાં ૪૭.૩ ટકા ટેક્ષ લાગે છે.

પેટ્રોલમાં પ દિવસમાં દિલ્હીમાં પ૬ પૈસા વધ્યા છે. દિલ્હીમાં રપ નવે. ર૦૧૮ ના રોજ પેટ્રોલનો ભાવ ૭૪.૮૪ પ્રતિ લીટર હતો.

(11:30 am IST)