Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પ્રોફિટ બુકિંગ : સેંસેક્સ ૬૮ પોઇન્ટ ઘટીને અંતે બંધ રહ્યો

સેંસેક્સ કારોબારના અંતે ૪૦૮૨૧ની સપાટીએ : નિફ્ટી ૩૬ પોઇન્ટ ઘટી ૧૨૦૩૮ની નીચી સપાટી ઉપર રહ્યો : નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં નોંધાયેલી જોરદાર મંદી

મુંબઈ, તા. ૨૬ : દિવસ દરમિયાન રેકોર્ડ ઉંચી સપાટી ઉપર પહોંચી ગયા બાદ શેરબજારમાં આજે કારોબારના અંતે મંદી રહી હતી. બેંચમાર્ક ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. મૂડીરોકાણકારો નફાને લઇને સાવચેત થયેલા છે. પ્રોફિટ બુકિંગ પર સેંસેક્સમાં ઘટાડો રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૬૮ પોઇન્ટ ઘટીને ૪૦૮૨૧ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે એનએસઈ નિફ્ટીમાં ૩૬ પોઇન્ટનો ઘટાડો રહેત તેની સપાટી ૧૨૦૩૮ રહી હતી. પ્રારંભિક સોદાબજીમં બીએસઈ આજે ૪૧૧૨૦ની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો પરંતુ અંતે તેમાં ઘટાડો થયો હતો. આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ૨.૫૦ ટકનો ઉછાળો રહ્યો હતો. ઇન્ડેક્સમાં સૌથી વધુ ઉછાળો આઈસીઆઈસીઆઈ બેંકમાં રહ્યો હતો. ભારતી એરટેલમાં સૌથી મોટો કડાકો રહ્યો હતો. એનએસઈમાં બ્રોડર નિફ્ટીમાં શરૃઆતી કારોબારમાં ઉછળો રહ્યો હતો પરંતુ અંતે તેમાં પણ ૩૬ પોઇન્ટનો ઘટાડો રહેત તેની સપાટી ૧૨૦૩૮ રહી હતી.

                  બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડકેપમાં ૦.૮૫ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૬૯૧૫ રહી હતી જ્યરે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૪૨ ટકાનો ઘટડો રહેત તેની સપાટી ૫૭૨૧ રહી હતી. મિડિયા કાઉન્ટરમં સૌથી મોટો કડકો બોલી ગયો હતો. ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝના શેરમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો. કારણ કે કંપનીના ચેરમેન તરીકે સુભાષ ચંદ્ર દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું. ભારતી એરટેલના શેરમાં ૪ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. આવી જ રીતે વૈશ્વિક બજારમાં ઉથલપાથલનો દોર રહ્યો હતો. એફપીઆઈ દ્વારા અગાઉના બે મહિનામાં પણ લેવાલી હાથ ધરવામાં આવી હતી.  દલાલસ્ટ્રીટ પર ધ્યાન આપવામાં આવે તો કેટલાક ચાવીરુપ પરિબળો રહેલા છે જે બજારની દિશા નક્કી કરી શકે છે. આમા નવેમ્બર મહિનામાં આંકડાઓ ઉપર નજર રહેશે. નવેમ્બર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શન (એફએન્ડઓ) કોન્ટ્રાક્ટની અવધિ પૂર્ણ થઇ રહી છે. વિદેશી મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય માર્કેટમાં ૧૭૭૨૨ કરોડ રૃપિયા ઠાલવી દીધા છે. સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે આ સ્થિતિ જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારો લેવાલીના મૂડમાં દેખાઈ રહ્યા છે. ડિપોઝિટરી ડેટા મુજબ વિદેશી રોકાણકારોએ પહેલીથી ૨૨મી નવેમ્બર દરમિયાન ઇક્વિટીમાં ૧૭૫૪૭.૫૫ કરોડ રૃપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટમાર્કેટમાં ૧૭૫.૨૭ કરોડ રૃપિયા ઠાલવી દીધા છે.  આની સાથે કુલ રોકાણનો આંકડો ૧૭૭૨૨.૮૨ કરોડ રૃપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. કોમોડિટીના મોરચા પર ક્રૂડ ઓઇલની કિંમતમાં વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે ઉતારચઢાવની સ્થિતિ છે. એશિયન બજારોમાં મિશ્ર સ્થિતિ રહી હતી.

બજારમાં ફરી મંદી......

શેરબજારમાં આજે વિક્રમી તેજી રહ્યા બાદ કારોબારના અંતે તેમાં ઘટાડો રહ્યો હતો. બજારમાં સ્થિતિ નીચે મુજબ રહી હતી.

સેંસેક્સમાં ઘટાડો.................................. ૬૮ પોઇન્ટ

સેંસેક્સની સપાટી...................................... ૧૦૮૨૧

ભારતી એરટેલના શેરમાં ઘટાડો.................. ૪ ટકા

નિફ્ટીમાં ઘટાડો................................... ૩૬ પોઇન્ટ

નિફ્ટીની સપાટી....................................... ૧૨૦૩૮

નિફ્ટી મિડિયા ઇન્ડેક્સમાં ઘટાડો............ ૩.૬૩ ટકા

નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ઘટાડો.................. ૨ ટકા

નિફ્ટી મિડકેપમાં ઘટાડો........................ ૦.૮૫ ટકા

નિફ્ટી મિડકેપમાં સપાટી........................... ૧૬૯૧૫

નિફ્ટી સ્મોલકેપમાં ઘટાડો...................... ૦.૪૨ ટકા

(7:39 pm IST)