Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

હવે ડુંગળીના ભાવ નહિ રડાવે :મુંબઈના દરિયા કિનારે મિશ્રમાંથી 6090 ટનનો જથ્થો પહોંચશે

રાજ્ય સરકારો જરૂરિયાત મુજબ ડુંગળી ખરીદી શકશે : છ રાજ્યોમાંથી થઇ છે ડિમાન્ડ

મુંબઈ : મુંબઈ દરિયાકિનારે મિશ્રમાંથી બહુ જલદી 6090 ટન ડુંગળીનો ખેપ આવવાનો છે, ત્યારબાદ દેશમાં ડુંગળીના ભાવમાં ઘટાડો આવી શકે છે. ડુંગળીનો આ જથ્થો બહુ જલદી મુંબઈના નાવા શેવા બંદરગાહ પર આવશે, જ્યાંથી રાજ્ય સરકારો પોતાની જરૂરિયાત અનુસાર ડુંગળી ખરીદી શકે છે

 કેંદ્રીય ઉપભોક્તા મામલા, ખાધ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે આ માહિતી આપી. મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશ વ્યાપાત કરતી સાર્વજનિક ક્ષેત્રની કંપની MMTCએ મિશ્રથી 6090 ટન ડુંગળીની આયાતની વ્યવસ્થા કરી છે અને ડુંગળીનો આ જથ્થો બહુ જલદી ભારત પહોંચશે.

મંત્રાલયમાંથી મળેલી માહિતી અનુસાર, છ રાજ્યો દ્વારા ડુંગળીની માંગણી કરવામાં આવી છે, જેમાં આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશામ કેરળ અને સિક્કિમનો સમાવેશ થાય છે. આયાતિત ડુંગળીનું વેચાણ મુંબઈમાં 55-55 રૂપિયે કિલોના ભાવે થશે, જ્યારે દિલ્થીથી ખરીદતા લોકોને તેની કિંમત 60 રૂપિયે કિલો ચૂકવવી પડશે.

(11:15 am IST)