Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પાકિસ્તાનમાં રાતોરાત પૂર્વ બ્રિગેડિયર રાજા રિઝવાનને ફાંસીએ લટકાવી દીધા : એક અધિકારીને 14 વર્ષની જેલ

છેલ્લે ક્યાં રાજનેતાને દેશને દગો આપવાના આરોપમાં ફાંસીએ લટકાવ્યો હતો : રોષે ભરાયેલ લોકોએ પૂછ્યો સવાલ

રાવલપિંડી : પાકિસ્તાન ના તો ક્યારેય પોતાના સૈનિકોની શહાદત સ્વીકારે છે અને ના તો તેને સન્માન આપવાની કોશિશ કરે છે એક નવી ઘટનાથી વાતની ફરીથી પૃષ્ટિ થઇ છે,પાકિસ્તાનની સેનાએ પોતાના એક પૂર્વ બ્રિગેડિયરને ફાંસીએ લટકાવી દીધા, બ્રિગેડિયર પર જાસૂસીનો આરોપ લાગ્યો હતો તેના મૃત્યુની ખબર સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે જોકે હજુ સુધી સત્તાવાર પૃષ્ટિ કરાઈ નથી

  પાકિસ્તાન આર્મીએ બ્રિગેડિયર ( નિવૃત ) રાજા રિઝવાનને ફાંસીએ લટકાવી દીધા છે બ્રિગેડિયર રિઝવાન પર અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી માટે જાસૂસી કરવાનો આરોપ લાગ્યો હતો ,સોશ્યલ મીડિયાની કેટલીક પોસ્ટ પર અંગેની જાણકારી મળી છેઆ ઘટનાને લઈને લોકોમાં ભારે ગુસ્સો છે તે સવાલ કરી રહ્યા છે કે છેલ્લે ક્યાં રાજનેતાને દેશને દગો આપવાના આરોપમાં ફાંસીએ લટકાવ્યો હતો,

  વર્ષના મેં મહિનામાં પાકિસ્તાનના માહિતી એજન્સી ઇન્ટર સર્વિસેસ પબ્લિક રિલેશન્સ દ્વારા એક સત્તાવાર નિવેદ કરીને કહેવાયું હતું કે આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ ત્રણ ઓફિસરોને સજા સંભળાવી છે

 

(12:00 am IST)