Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

હોંગકોંગ ચૂંટણીમાં લોકતંત્ર સમર્થક ઉમેદવારોનું જોરદાર પ્રદર્શન : 452માંથી 278 સીટો પર કબ્જો

ચીન સમર્થક ઉમેદવારો માત્ર 42 સીટો પર જ જીત મેળવી શક્યા

 

હોંગકોંગમાં જિલ્લા પરિષદની ચૂંટણીમાં લોકતંત્ર સમર્થક ઉમેદવારોએ જોરદાર પ્રદર્શન કર્યું છે, જાહેર થયેલ પરિણામોમાં લોકતંત્ર સમર્થક ઉમેદવારોએ વિરોધીઓ પર અભૂતપૂર્વ સરસાઈ મેળવીને  સ્પષ્ટ કર્યું છે કે દેશની જનતા પ્રદર્શનકારીઓ સાથે છે ,લોકતંત્ર સમર્થકોએ કુલ 452 સીટોમાંથી 278 સીટો પર વિજય હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે તેની તુલનાએ ચીન સમર્થક ઉમેદવારો માત્ર 42 સીટો પર જીત મેળવી શક્યા છે 12 બેઠકો અપક્ષને ફાળે ગઈ છે

  હોંગકોંગ જિલ્લા નગરસેવક પાસે બહુ ઓછી રાજનીતિક શક્તિ હોય છે અને મુખ્યત્વે બસ રોડ રસ્તા,કચરા વ્યવસ્થાપન જેવા સ્થાનિક મુદ્દાઓ જુવે છે જોકે સ્થાનિક ચૂંટણીના પરિણામોએ ચીન વિરોધી આંદોલનને સમર્થન આપ્યાનું સ્પષ્ટ થયું છે પરિણામોએ આંદોલનને મ્હોર મારી છે

(12:09 am IST)