Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મહારાષ્ટ્રમાં રાજકીય મડાગાંઠ વચ્ચે રાત્રે રાજ્યપાલ કોશ્યારીએ કાનૂની સલાહકારો સાથે સલાહ લીધી હતી

સુપ્રીમકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યા બાદ રાત્રે રાજ્યપાલે કાનૂની સલાહ લીધી

મુંબઈ : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ-અજિત પવારને આમંત્રણ આપવાના મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે સવારે 10.30 વાગ્યે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. આ પછી, સોમવારે રાત્રે રાજ્યપાલ કોશ્યારીએ કાનૂની સલાહકારો સાથે સલાહ લીધી હતી.

રાજ્યપાલે ધારાસભ્યોની સૂચિ રજૂ કરવા અને સરકાર બનાવવા માટે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના દાવા પર કાનૂની સલાહકારોની સલાહ પણ લીધી હતી

 અત્રે  ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્ર અંગેનો નિર્ણય મંગળવારે સવારે 10.30 વાગ્યે જાહેર કરવામાં આવશે.

(8:51 am IST)