Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મહારાષ્ટ્રમાં સિંચાઈ કોભાંડના 9 કેસ બંધ:એસીબીએ કહ્યું કોઈ પણ કેસ અજિત પવાર સાથે જોડાયેલો નથી

2018માં મહારાષ્ટ્રની ACB ટીમે તે વખતના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિતપવાર સહીત અનેક અધિકારીઓ સામે કેસ કર્યો હતો

 

નવી દિલ્હી : મીડિયા એજન્સી દ્વારા મળેલાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બન્યાના 48 કલાકમાં અજિત પવારેને સિંચાઈ કૌભાંડમાંથી ACB ક્લિનચીટ આપી છે સમાચાર પર મહારાષ્ટ્ર ACB સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે જે નવ કેસ આજે બંધ કરાયા છે તેમાં અજિત પવારનું કોઈ કનેક્શન નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે 2018માં મહારાષ્ટ્રની ACB ટીમે જે તે વખતના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારને સહિત અનેક અધિકારીઓને સતાનો દુરપયોગ કરી સિંચાઈ કૌભાંડ આચર્યું હોવાનો કેસ કર્યો હતો. સાથે ACB મુંબઈ હાઈકોર્ટમાં એવી દલીલ કરી હતી કે અજિત પવાર અને જે તે વખતના સિંચાઈના અધિકારીઓએ 70 હજાર કરોડ રૂપિયાનું કૌભાડ કર્યું છે. જે કૌભાંડ કોંગ્રેસ અને NCPની સરકાર વખતે સિંચાઈની અનેક યોજનાઓ અને ખેડૂતોને મળતાં લાભોમાં મંજુરીઓ આપવામાં ગેરકાયદેસર કામો કર્યા હતા

(11:03 pm IST)