Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

જેલમાં જ જુલિયન અસાંન્જેની મોતની આશંકા : 60 ડોક્ટરોએ બ્રિટનની સરકારને લખ્યો લેટર

અસાંન્જને તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની જરૂર : ગૃહ વિભાગને ખુલ્લો પત્ર

 

લંડન:વિકિલિક્સનાં સ્થાપક જુલિયન અસાન્જેનાં આરોગ્યને લઇને 60થી વધું ડોક્ટરોએ ગૃહ સચિવ પ્રિતી પટેલ અને બ્રિટનનાં ગૃહ વિભાગને 16 પાનાનો એક ખુલ્લો પત્ર લખ્યો છે.જુલિયન અસાંન્જેનીં નાજુક હાલતને લઇને ચિંતા વ્યક્ત કરતા તેમણે જેલમાં મોતની આશંકા વ્યક્ત કરી છે.

અસાંજે જાસુસી અધિનિયમ મુજબ દોષિત ઠર્યા હતાં.એટલા માટે તેમને અમેરિકાની જેલમાં 175 વર્ષ વિતાવવા પડી શકે છે.જો કે આરોપોમાં અમેરિકા પ્રત્યર્પિત કરાયાની માંગ સામે તે હાંલ કાનુની લડાઇ લડી રહ્યા છે.

ડોક્ટરોનાં પત્રમાં લખ્યુ છે કે અસાંજેને દક્ષિણ પુર્વ લંડનનાં બલમાર્સ જેલમાં યુનિવર્સિટી એજ્યુકેસન હોસ્પિટલમાં ભરતી કરાવાનો અનુરોધ કરાયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે લંડનમાં 21 ઓક્ટોબરનાં દિવસે અસાંજેને કોર્ટમાં રજુ કરાયો હતો.1 નવેમ્બરનાં દિવસે નિલ્સ મેલ્જરની જારી થયેલી રિપોર્ટનાં આધાર પર ડોક્ટરો નિષ્કર્ષ પર પહોચ્યા છે.

સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારનાં સ્વતંત્ર નિષ્ણાતે કહ્યુ કે અસાંજેનું સાથે જે રીતે ઉત્પિડન થઇ રહ્યું છે.તે એમના જીવન માટે ઘાતક છે.પત્રમાં ડોક્ટરોએ લખ્યું છે કે 'અમે ડોક્ટરો તરીકે પત્ર જુલિયન અસાંજેનાં શારિરીક અને માનસિક આરોગ્યનાં વિશે અમારી ગંભીર ચિંતાઓને વ્યક્ત કરવા માટે લખ્યુ છે.આગળ તેમણે લખ્યું કે અસાન્જેાનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જોતા તાત્કાલિક નિષ્ણાંત ડોક્ટરની જરૂર છે.

(10:47 pm IST)