Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મધ્યપ્રદેશમાં વડોદરાના બિલ્ડરની ગાડીને ગમખ્વાર અકસ્માત : પતિ-પત્ની સહિત ચારના મોત: એક ગંભીર

ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે ઉભેલા ડમ્પરમાં કાર ઘુસી ગઈ : ત્રણ મહિલા સહીત ચારના કરૂણમોત

મધ્ય પ્રદેશના ધાર શહેર નજીક વડોદરાના બિલ્ડરની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે આ અકસ્માતમાં બિલ્ડર સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત છે. પતિ પત્ની અને બહેનોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે.

મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના ધાર શહેર પાસે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે  પર વડોદરાના વડસર અને સમાના પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક પરિવારના એક પુરુષ અને ત્રણ મહિલાઓ મોતને ભેટી છે.

આ મૃતકોમાં પ્રવીણ પટેલ અને તેમના પત્ની અમિષા પટેલ, સુમિત્રા પટેલ, વર્ષા ઠાકુરનો સમાવેશ થાય છે. જ્યારે કાર ચલાવી રહેલા દીપક ઠાકુર નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. ત્યાર બાદ તમામ મૃતદેહોનું ધારની જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ વડોદરાના વડસરમાં રહેતો પરિવાર ઓમકારેશ્વરમાં સ્નાન અને દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે તેની કાર ઉભેલા રેતીના ડમ્પરમાં ઘુસી જતા આ દુર્ઘટના બની હતી.

આ અંગે અકસ્માતનો ભોગ બનેલી કારની પાછળ આવી રહેલા કારમાં સવાર કેતનભાઈ પટેલે જણાવ્યું કે, 26 નવેમ્બરના રોજ અમાસ હોવાથી અમે તમામ લોકો ઓમકારેશ્વરમાં નર્મદામાં સ્નાન કરીને ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યાર બાદ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા જવાના હતા. દુર્ઘટના સમયે અમારી કાર લગભગ બે કિલો મીટર દૂર હતી.

વડોદરાના વડસર અને સમામાંથી બે કારમાં લગભગ 11 લોકો ઓમકારેશ્વર જવા નીકળ્યા હતા. આગળની કાર ધાર બાયપાસ પર ફોરલેન પર ઉભેલા રીતેના ડમ્પરમાં ઘુસી ગઈ હતી. ધાર પહોંચતા પહેલા પાછલી કારમાં સવાર મયુરભાઈએ રાજગઢના પોતાના પરિચિત નિરવ ભટ્ટને ફોન કર્યો અને તેને ઉજ્જૈનના રૂટ અંગે પૂછ્યું હતું.

(12:00 am IST)