Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

રેલવે વીજળીકરણના માર્ગે : 2021 સુધીમાં તમામ ટ્રેનોને વીજળીથી ચલાવવા લક્ષ્યાંક

આગામી 2021 સુધીમાં વીજકરણનો પ્રોજેકટ પૂર્ણ કરાશે

નવી દિલ્હી : રેલવે તંત્ર વીજળીકરણની દિશામાં આગળ વધી રહયું છે અને દેશની તમામ ટ્રેનોને વીજળીથી ચલાવવા નક્કી કર્યું છે દેશમાં દિવસે દિવસે પ્રદુષણની માત્રા વધી રહી છે. જેથી હવે સરકાર દ્વારા હવે ટ્રેનનું પણ વિજકરણ કરીને પ્રદુષણ ઘટાડવા માટેનો પ્રયાસ કરાશે. જેમાં આગામી 2021 સુધીમાં વીજકરણનો પ્રોજેકટ પૂર્ણ કરાશે અને તમામે તમામ ટ્રેન વીજળી ચાલશે તેવો ટાર્ગેટ રખાયો છે. ખાસ કરીને ડિઝલથી ચાલતી ટ્રેનના કારણે વધુ પ્રદૂષણ ફેલાતુ હોય છે. ત્યારે વર્ષ 2021 સુધીમાં વિજકરણના પ્રોજેકટનુ કામ પૂર્ણ કરાય તેવો ટાર્ગેટ રખાયો છે.

(12:00 am IST)