Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ઝી એન્ટરટેનમેન્ટ બોર્ડના અધ્યક્ષપદેથી સુભાષ ચન્દ્રાનું રાજીનામુ

રાજીનામુ સ્વીકારી લેવાયું : હવે બોર્ડમાં બિન કાર્યકારી ડાયરેક્ટર તરીકે રહેશે

નવી દિલ્હી : સુભાષ ચંદ્રાએ જી એન્ટરટેનમેન્ટ બોર્ડના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધું છે તેના રાજીનામાનો સ્વીકાર કરી લેવાયો છે હવે તેઓ જી એન્ટરટેન્મેન્ટના બિન કાર્યકારી ડાયરેક્ટર તરીકે રહેશે

 મળતી વિગત મુજબ આ પગલું એટલા માટે ઉઠાવાયું છે કે કંપનીના નિયમ મુજબ ચેરમેન કંપનીના એમડી કે સીઈઓના રિલેટિવ હોય શકે નહીં,

  અત્રે ઉલ્લેખનીય છે કે એસ્સેલ ગ્રુપ પોતાની મીડિયા અને એન્ટરટેનમેન્ટ કંપની જી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝના 16,5 ટકા હિસ્સો રોકાણકારોને વેચવાની યોજના ધરાવે છે તેમાંથી 2,3 ટકા હિસ્સેદારી ગ્લોબલ ચાઈના ફંડ અને એલએલસી અથવા તેની સહયોગી કંપનીને વેચવા યોજના છે

  એવું મનાય રહયું છે કે આગામી દિવસોમાં કંપનીના પ્રમોટરને 4500-5000 કરોડની વસૂલીમાં મદદ મળશે આ ડીલ લગભગ થઇ ચુકી છે અને 16,5 ટકા હિસ્સેદારી વેચ્યા બાદ લેણદારોને આ રકમ ચૂકવાશે આ ડીલ બાદ પ્રોમોટર્સની આ કંપનીમાં 5 ટકા હિસ્સેદારી રહેશે અને પુનિત ગોયેન્કા એમડી તરીકે કામ કરતા રહેશે

(8:51 am IST)