Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અમે હવે બતાવીશું, શિવસેના શું છેઃ ઉદ્ધવ ઠાકરેનો પડકાર

હોટલ હયાતમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોના શક્તિ પ્રદર્શન વેળાએ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને લલકાર્યું

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તેમના ધારાસભ્યોની પરેડ ગ્રાન્ડ હયાત હોટલ ખાતે કરાવી રહી છે. શિવસેનાના ધારાસભ્યોને લઇને 2 બસ હોટલ ગ્રાન્ડ હયાતમાં પહોંચી હતી.

          મુંબઈની હયાત હોટલમાં શિવસેના,કોંગ્રેસ અને એનસીપીના ધારાસભ્યોનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું જેમાં ત્રણેય પાર્ટી સહીત 162 ધારાસભ્યો હાજર રહ્યાંનો દાવો કરાઈ રહયો છે

          હોટલ હયાતમાં શિવસેનાના સુપ્રીમોએ ભાજપ પર આકરા પ્રહાર કરાયા હતા  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે છેલ્લા 25-30 વર્ષોથી તમારી સાથે હતા, ત્યારે તમે સમજી ન શક્યા. હવે અમે જણાવીશું કે શિવસેના શું વસ્તુ છે. તેમણે કહ્યું કે અમે માત્ર 5 વર્ષ સરકાર બનાવવા માટે નહીં, લાંબા સમય સુધી ચલાવવા માટે સાથે આવ્યા છીએ.

(12:00 am IST)