Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ફ્લોર ટેસ્ટ પહેલા એનસીપી-શિવસેના-કોંગ્રેસના ધારાસભ્યોની પરેડ : ત્રણેય પાર્ટીના 162 ધારાસભ્યો મીડિયા સમક્ષ :

એનસીપી સુપ્રીમો શરદ પવાર ,શિવસેના ઉદ્ધવ ઠાકરે,આદિત્ય ઠાકરે,કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે,સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત

મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજકીય મડાગાંઠ વચ્ચે ફ્લોર ટેસ્ટ પહેલા જ શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોની ઓળખ પરેડ કરાઈ છે હોટલ હયાતમાં ત્રણેય પાર્ટીના ધારાસભ્યોની સંયુક્ત પરેડ યોજાઈ હતી જેમાં ત્રણેય પક્ષ સહીત 162 ધારાસભ્યો હાજર રહ્યાંનો દાવો થઇ રહયો છે આ પરેડ વેળાએ ત્રણેય પક્ષના દિગજ્જ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા

  રાજ્યમાં ફડણવીસ સરકાર વિરુદ્ધ એનસીપી-શિવસેના-કોંગ્રેસના ધારાસભ્યોની પરેડ થવા જઈ રહી છે. આના માટે તમામ ધારાસભ્યો હોટલ હયાત પહોંચી ચૂક્યા છે. આ પરેડમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, એનસીપી પ્રમુખ શરદ પવાર, સુપ્રિયા સુલે સહિત કેટલાય દિગ્ગજ નેતા પણ પહોંચ્યા છે.

(12:00 am IST)