Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

૨૬/૧૧ દસમી વરસી

અજમલ કસાબે કહ્યું હતું- મને લોકઅપમાં જ મારી નાખો

મુંબઈ તા. ૨૬ : દસ વર્ષ પહેલા ૨૬/૧૧એ પાકિસ્તાને દસ આતંકી મુંબઈ આવ્યા હતા. તેમાંથી એક અજમલ કસાબ પણ હતો. કસાબ એકલો આતંકી હતો, જે જીવતો પકડાયો હતો. તે જીવતો પકડાઈ ગયા પછી ઘણો દુઃખી થયો હતો. ૨૬/૧૧ કેસની તપાસમાં જોડાયેલા ઈન્સ્પેકટર નિસાદ સાવંતે કહ્યું કે ક્રાઈમ બ્રાંચ લોકઅપમાં પૂછપરછ દરમિયાન કસાબે કહ્યું હતું કે તેને લોકઅપમાં જ મારી નારો. તે જીવતો રહેવા નથી માગતો.

 

નિનાદ સાવંત એ દિવસોમાં ક્રાઈમ બ્રાંચના યુનિટ-૩ સાથે જોડાયેલા હતા. ગિરગાંવમાં ૨૭/૧૧એ  (૨૬/૧૧ની રાત્રે) એન્કાઉન્ટર થયું હતું. જેમાં સિપાહી તુકરામ ઓંબલે શહીદ થયા હતા. ઓેંબલેની બહાદૂરીના કારણે કસાબને જીવતો પકડવો શકય બની શકયું હતું. કસાબની ધરપકડ બાદ નાયર હોસ્પિટલમાં તે ઝોનના એસીપી ધાડગેએ તેનું સ્ટેટમેન્ટ લીધું હતું.

પછી આ કેસ ક્રાઈમ બ્રાંચને ટ્રાન્સફર કરવામાં આવ્યો. કારણ કે ગિરગાંવને વિનૌલી ચોક, જયાં એન્કાઉન્ટ થયું હતું, ક્રાઈમ બ્રાંચેના યુનિટ-ત્રણના અંડરમાં આવે છે, માટે કેસની તપાસ આ યુનિટના ત્રણ અધિકારી પ્રશાંત મરદે, દિનેશ કદમ અને નિનાદ સાવંતને સોંપવામાં આવી હતી. કસાબની પૂછપરછ દરમિયાન તેની સાથે આઈબી અને ક્રાઈમ બ્રાંચના ટોચના અધિકારી પણ હતા. આ પછી કસાબની સામે ૧૧ અન્ય મામલા નોંધવામાં આવ્યા. તમામ કેસોની અલગ-અલગ તપાસ અધિકારી બનાવવામાં આવ્યા. રમેશ મહાલે તમામ કેસોના મુખ્ય તપાસ અધિકારી બનાવ્યા છે.

કસાબે જણાવ્યું કે, મુંબઈ હુમલા માટે તેને દરિયામાં સ્વિમિંગની ટ્રેનિંગ અપાઈ હતી. તેણે એ પણ જણાવ્યું કે જયારે મુંબઈ હુમલા માટે બે-બે ગ્રુપમાં પાંચ જોડીઓ બનાવવામાં આવી, તો ટ્રેનરે તેમને જોડીમાં રાખ્યા જેમનું ટ્રેનિંગ દરમિયાન સારૃં ટ્યુનિંગ હતું. પછી તમામ જોડીઓને મુંબઈ અલગ-અલગ ટાર્ગેટ માટે મોકલ્યા હતા. અજમલ કસાબ અને અબુ ઈસ્માઈલને સીએસટી પર હુમલો કરવાની ટ્રેનિંગ અપાઈ હતી. આ માટે તેમને ઘણાં વીડિયો બતાવવામાં આવ્યા હતા. મુંબઈ હુમલા માટે ઘણાં મહિલા પછી ખબર પડી કે આ વીડિયો ડેવીડ હેડલીએ મુંબઈની રેકી દરમિયાન બનાવ્યા હતા. ડેવિડ હેડલી આ સમયે અમેરિકાની જેલમાં બંધ છે.

નિનાદ સાવંત કહે છે કે, ક્રાઈમ બ્રાંચના લોકઅપમાં અમે થોડા-થોડા સમયે તેને તાજ, લિયોપોલ્ડ કાફે, નરીમન હાઉસ, ટ્રાઈડેન્ટ હોટ, સીએસટીમાં મરેલા તમામ આતંકીઓના ફોટોગ્રાફસ બતાવ્યા. આ ફોટોગ્રાફસ જોઈને તેને આઘાત લાગ્યો અને તે બોલ્યો- આ તો મરી ગયા, તો પછી હું કે જીવતો છું? આ પછી તે બોલ્યો- મને પણ મારી નાખો, મારે જીવતા નથી રહેવું. આ પછી તેણે તેના મરેલા સાથીઓના નામ જણાવ્યા અને તેમની ઓળખ પણ કરી.

પૂછપરછ દરમિયાન કસાબને તેના ગામ, તેના શહેર અને પરિવાર વિશે પૂછવામાં આવ્યું. મા વિશે વાત કરતા-કરતા તે ઘણોં ભાવુક થઈ ગયો. ૨૮/૧૧ની સવારે જયારે જયારે અજાન સંભળાઈ તો તે અચંભિત થઈ ગયો. ત્યારે તેના આશ્ચર્યનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે પાકિસ્તાનમાં તેને કહેવામાં આવ્યું હતું કે ભારતમાં મુસલમાનોને નમાઝ કરવા દેવાતી નથી અને અજાન પણ નથી થતી. ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ કહ્યું કે અહીં મુસલમાનોને કોઈ તકલીફ નથી. તે તરત સમજી ગયો કે પાકિસ્તાનમાં તેને કઈ રીતે બ્રેન વોશ કરવામાં આવ્યો હતો.(૨૧.૩૦)

(3:36 pm IST)