Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

૨૦ લાખની ખંડણી માટે ડોકટર પુત્રનું અપહરણ : ખબર આપનાર કમ્પાઉન્ડર જ ઝડપાયો

મુંબઇ તા. ૨૬ : નાલાસોપારામાં ડોકટરના પાંચ વર્ષીય પુત્રનું આપહરણ કરી ૨૦ લાખ રૂપિયાની ખંડણી માગવાનો કેસ પોલીસે માત્ર આઠ કલાકમાં ઉકેલી લીધો હતો.

આ માસૂમનો હેમખેમ છુટકારો કરાવવામાં આવ્યો છે. ડોકટરના કમ્પાઉન્ડરે જ તેના મિત્ર સાથે મળીને બાળકનું અપહરણ કર્યું હતું પોલીસે આરોપને અન્ય સાથીદારને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

નાલાસોપારામાં ડોકટરના દવાખાનામાં કામ કરતાં કમ્પાઉન્ડર તેમના પાંચ વર્ષીય પુત્ર ઇશાનને લઇને ગઇકાલે બહાર ગયો હતો. પણ પછી અન્ય આરોપીઓ ઇશાનનું અપહરણ કરી નાસી ગયા હોવાનુંઙ્ગ કમ્પાઉન્ડરે ડોકટરના પરિવારને જણાવ્યું હતું. કિડનેપરે ડોકટર પાસે ૨૦ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. છેવટે ડોકટરે પોલીસને આ મામલાની જાણ કરી હતી.

બીજી તરફ પોલીસને આ કમ્પાઉન્ડરનું વર્તન શંકાસ્પદ જણાયું હતું. પોલીસે તેની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. દરમિયાન પોલીસને મહત્વની કડી મળી હતી. તેમણે આરોપીને પકડવા અને ઇશાનને ઉચાવવા વધુ તપાસ હાથ ધરી હતી. આ બાબતમાં પંઢરપુર પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.આમ પોલીસે આઠ કલાકમાં ઇશાનનો પતો મેળવી લીધો હતો. પોલીસે આ માસૂમને બચાવીને ગુનામાં સંડોવાયેલા અંદાજે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.

(3:09 pm IST)