Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

અયોધ્યામાં 67 હજાર શ્રદ્ધાળુઓએ કર્યા રામલલ્લાના દર્શન: બન્યો રેકોર્ડ

ધર્મસભામાં 75 હજાર લોકો ઉમટ્યા :ડ્રોન કેમેરાથી ભીડ પર નજર :13 જેટલા પાર્કિંગ સ્થળ બનાવાયા :2000 બસો પહોંચી

 અયોધ્યામાં રવિવારે રામલલ્લાના દર્શન માટે રેકોર્ડેબલ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા  ડીજીપી ઓફિસમાંથી જાહેર કરાયેલ આંકડા અનુસાર, 25 નવેમ્બરે 67888 લોકોએ રામલલ્લાના દર્શન કર્યા. આ મહિનામાં આવેલા શ્રદ્ધાળુઓમાં આજની સંખ્યા સૌથી વધુ છે.

 

 રવિવારે સવારે પાલીમાં 27064 અને સાંજે 40824 લોકોએ દર્શન કર્યા. આ પહેલા 24 નવેમ્બરે 17680, 23 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાએ 49112 અને 22 નવેમ્બરે 27365 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા.રામલલ્લાના દર્શન માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવું પડે છે.

 આ પહેલા અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભાને લઈ ઉમટેલી ભારે ભીડ અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર રવિવારે પ્રદેશના પોલીસ મહાનિર્દેશક આનંદ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે જણાવ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસની ધર્મસભાના કાર્યક્રમમાં લગભગ 70 થી 75 હજાર લોકો સામેલ થયા છે.

 તેમણે કહ્યું કે, અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવામાં આવી રહ્યું છે, જે પણ નીયમને તોડવાની કોશિસ કરશે, તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ડ્રોન કેમેરાથી ભીડ પર નજર રાખવામાં આવી રહી છે. કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યું છે, કોઈ પરેશાની નથી.

  એડીજીએ જણાવ્યું કે, આજે સવારે પાલીમાં 27 હજાર લોકોએ રામલલ્લાના દર્શન કર્યા. ભીડને નિયંત્રિત કરવા માટે બેરિયર લગાવવામાં આવ્યા છે. પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી નથી. આ દરમ્યાન કડક ચેકિંગ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, લોકો માટે 13 પાર્કિંગ સ્થળ બનાવવામાં આવ્યા છે. અહીં લગભગ 2000 બસો પહોંચી છે. અયોધ્યાને સુરક્ષા માટે રેડ અને યલો ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. અમે એલર્ટ ઈનપુટ મુજબ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી ચુક્યા છીએ.

(8:50 am IST)