Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

મૂળ ગોંડલના લીનાબેન જોશીએ ન્યુ જર્સીમાં મિસિસ કોન્જીનાલીટીનો ખિતાબ હાંસલ કર્યો માતા ગોંડલમાં હાઈસ્કૂલમાં શિક્ષિકા-ભાઈ કોર્ટમાં બજાવે છે ફરજ

ગોંડલઃ અમેરિકાના ન્યુ જર્સી ખાતે તાજેતરમાં બ્યુટી પેજન્ટ મિસિસ ભારત ન્યૂજર્સી 2018ની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગોંડલની દીકરી એ મિસિસ કોન્જીનાલીટી ખિતાબ મેળવી ગોંડલ સાથે દેશનું નામ રોશન કર્યું છે.

  ગોંડલના યોગીનગર ખાતે બાળપણ વિતાવી અને વિદેશમાં અમેરિકાના ન્યુ જર્સી ખાતે સ્થાયી થયેલ લીનાબેન પ્રફુલચંદ્ર જોશીએ મિસિસ કોન્જીનાલીટી ખિતાબ મેળવી દેશને ગૌરવ કર્યું છે, લીનાબેને પોતાનું પ્રાથમિક શિક્ષણ ગોંડલની વિદ્યામંદિર હાઇસ્કુલ ખાતે મેળવી ડબલ માસ્ટર ડિગ્રી સાથે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધ્યા હતા અને હેતલ પંડ્યા સાથે લગ્ન કરી અમેરિકાના ન્યુ જર્સી ખાતે સ્થાયી થયા હતા  ફેશન ડિઝાઇનના અનેક કામો કર્યા બાદ ભારતને ગૌરવ અપાવી તાજેતરમાં તેઓ માય ડ્રીમ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શનમાં આયર્ન વેદ સાથે લીડ એક્ટ્રેસ તરીકે રોલ નિભાવી રહ્યા છે

   લીનાબેનના માતા ગોંડલ વિદ્યામંદિર હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને તેમના મોટાભાઈ વિમલભાઈ જોશી ગોંડલ કોર્ટમાં ફરજ બજાવી રહ્યા છે ગોંડલની દીકરી એ વિદેશમાં ખિતાબ મેળવી ગોંડલ સહિત દેશનું નામ ગૌરવ કરતા વિપ્ર પરિવાર ગૌરવ અનુભવી રહ્યો છે.

(8:53 am IST)