Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

જો સરકાર હઠીલી છે તો ખેડૂત પણ પોતાની માંગથી પાછળ નહી હટે:રાકેશ ટિકૈતનો હુંકાર

જ્યા સુધી સરકાર વાતચીત નહી કરે, કોઇ સમાધાન નહી નીકળે, આ આંદોલન ચાલુ રહેશે.

નવી દિલ્હી : દિલ્હીની સરહદો પર થઇ રહેલા ખેડૂત આંદોલનને 11 મહિના પુરા થઇ ચુક્યા છે પરંતુ સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ટકરાવ ચાલુ છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રના નવા ત્રણ કૃષિ કાયદા પરત લેવાની માંગ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સ્પષ્ટ કરી દીધુ છે કે જો સરકાર હઠીલી છે તો ખેડૂત પણ પોતાની માંગથી પાછળ નહી હટે. મહત્વપૂર્ણ છે કે દિલ્હીની સરહદો પર સંયુક્ત કિસાન મોર્ચા 11 મહિનાથી પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આંદોલનને લઇને ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ, “જ્યાર સુધી સરકાર વાતચીત નહી કરે, કોઇ સમાધાન નહી નીકળે, આ આંદોલન ચાલુ રહેશે.” રસ્તા પર બેઠેલા ખેડૂતોને લઇને રાકેશ ટિકૈતે કહ્યુ કે ખેડૂતોનો પાક બરબાદ થઇ રહ્યો છે પરંતુ સરકારનો કોઇ સહયોગ નથી મળ્યો. સીઝન વગરના વરસાદને કારણે ખેડૂતો પર ખરાબ અસર પડી રહી છે.

આંદોલન ખતમ કરવાને લઇને રાકેશ ટિકૈતે કહ્યુ, સરકારની વાતચીત કરવાની અમે રાહ જોઇ રહ્યા છીએ. સરકાર વાત કરે, અમે પણ પોતાના ઘરે જઇશુ. જો સરકાર વાત નહી કરે, આંદોલનનું સમાધાન નહી નીકળે તો અમે પણ પાછળ નહી હટીયે. શિયાળામાં આંદોલનને લઇને પોતાની વ્યવસ્થા સુધારીશું. રાકેશ ટિકૈતે કહ્યુ કે જો કૃષિ બિલ પરત લેવામાં ના આવ્યુ તો અમે આખા દેશમાં જઇશુ અને આંદોલન કરીશુ.

મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસ પહેલા દિલ્હીની ગાજીપુર બોર્ડર પર ખેડૂતોને રસ્તાના ટેન્ટ હટાવતા જોવામાં આવ્યા હતા, જેને લઇને જ્યારે રાકેશ ટિકૈતને ટેન્ટ હટાવવાને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે દીવાળી આવી રહી છે, તેના પરદા બદલવાના છે.

(8:32 pm IST)