Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી સુકમાવતી સુકર્ણોપુત્રીએ ઇસ્લામને છોડીને હિન્દુ ધર્મ અપનાવી લીધો

સુકર્ણો સેન્ટર બાલીમાં આયોજીત સુધી વડાની સમારોહમાં સુકમાવતીએ હિન્દુ ધર્મ સ્વીકાર કર્યો

બાલીઃ ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી સુકમાવતી સુકર્ણોપુત્રીએ ઇસ્લામને છોડીને હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. સુકર્ણો સેન્ટર બાલીમાં આયોજીત સુધી વડાની સમારોહમાં સુકમાવતીએ હિન્દુ ધર્મ સ્વીકાર કર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં તેઓ ધાર્મિક રીતિ-રિવાજોનું પાલન કરતા જોવા મળી રહ્યાં છે. આયોજન બાદ તેમણે એક પત્રકાર પરિષદ પણ યોજી હતી. સોશિયલ મીડિયા યૂઝર તેને દક્ષિણ પૂર્વ એશિયામાં સનાતન ધર્મનો પ્રસાર ગણાવી રહ્યાં છે. 

વીડિયોમાં પુજારીને મંત્ર વાંચતા અને સુકમાવતીની ઉપર પવિત્ર જળનો છંટકાવ કરતા જોઈ શકાય છે. તેમની પરંપરાગત રીતે આરતી પણ ઉતારવામાં આવી અને અન્ય માન્યતાઓનું પાલન પણ કરાવવામાં આવ્યું હતું. સુકમાવતી હિન્દુ ધર્મના તમામ સિદ્ધાંતો અને પરંપરાઓથી સંપૂર્ણ રીતે વાકેફ છે. બાલીમાં હિન્દુ ધર્મના અનેક મંદિર છે અને દુનિયાભરના લોકો તેને જોવા આવે છે.

સુકમાવતી હાલ 70 વર્ષના છે અને સુકર્ણોના ત્રીજા પુત્રી છે. તેમનાતી નાની પૂર્વ રાષ્ટ્રપતિ મેગાવતી સુકર્ણોપુત્રી છે. તે ઇન્ડોનેશિયા નેશનલ પાર્ટીની સંસ્થાપક છે. તેમણે કાન્ગેજ ગુસ્તી પાનગેરાન અદિપતિ આર્યા સાથે લગ્ન કર્યા હતા પરંતુ વર્ષ 1984માં તેમના છુટેછેડા થઈ ગયા હતા. વર્ષ 2018માં સુકમાવતી પર એક એવી કવિતા કહેવાનો આરોપ લાગ્યો હતો જેનાથી ઇસ્લામનું અપમાન થયું.

એટલું જ નહીં ઈન્ડોનેશિયાના કટ્ટરપંથી મુસ્લિમ સમુહોએ સુકમાવતી વિરુદ્ધ એક ઇશનિંદાનો કેસ દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ મુકમાવતીએ માફી માંગી હતી. ઈન્ડોનેશિયામાં ઈસ્લામ સૌથી મોટો ધર્મ છે. એટલું જ નહીં દક્ષિણપૂર્વી એશિયન દેશમાં વિશ્વની સૌથી વધુ મુસ્લિમ વસ્તી રહે છે. ઈન્ડોનેશિયા બાલી દ્વીપ પર મોટી સંખ્યામાં હિન્દુ પણ રહે છે. અહીં ઘણા મંદિર બન્યા છે અને રામાયણનું મંચન થાય છે. 

(7:48 pm IST)