Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

નફફટ પાકિસ્તાનીઓ નહિ સુધરે, જીતની ઉજવણી કરવાના બદલે હિંસા ફાટી નીકળીઃ અંધાધુંધ ગોળીબાર

હવામાં ફાયરીંગ કરતા એક પોલીસમેન સહિત ૧૨થી વધુ લોકોને ઇજાઃ ભયંકર પરિસ્થિતિ સર્જાઇ

નવી દિલ્હીઃ વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાને ભારતને હરાવ્યું છે, પરંતુ પાકિસ્તાન આ જીતને પચાવી શક્યું નથી. પાકિસ્તાનીઓ ઉજવણી કરવાને બદલે હિંસા પર ઉતરી આવ્યા હતા.  એક તરફ ઈમરાન સરકારના મંત્રીઓ પોતાની ટીમની જીત પર ઝેર ઓકી રહ્યા છે, તો બીજી તરફ કરાચીમાં અલગ-અલગ જગ્યાએ હવામાં ગોળીબારમાં ૧૨ લોકોના ગોળી વાગી હોવાના સમાચાર છે.  પોલીસના જણાવ્યા અનુસાર ગોળી મારનારાઓમાં એક સબ ઈન્સ્પેકટર પણ સામેલ છે.

  પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર, કરાચીના ઓરંગી ટાઉનના સેકટર ૪માં અજાણ્યા દિશામાંથી આવતી ગોળીને કારણે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.  તે જ સમયે, ગુલશન-એ-ઇકબાલ વિસ્તારમાં વિજયની ખુશીમાં હવાઈ ગોળીબાર રોકવા આવેલા અબ્દુલ ગની નામના સબ ઇન્સ્પેકટરને પણ ગોળી મારી દેવામાં આવી હતી.  આ સિવાય કરાચીના સચલ ગોથ, ઓરંગી ટાઉન, ન્યૂ કરાચી, ગુલશન-એ-ઈકબાલ મલીર સહિત ઘણા વિસ્તારોમાં હવાઈ ગોળીબાર થઇ હોવાનું જાણવા મળે છે.

(12:12 pm IST)