Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

કોંગ્રેસની મહામંથન બેઠક : સંગઠનને મજબૂત કરવાની રણનીતિ થશે તૈયાર

રાજયોના ચૂંટણીના મુદ્દા પર થશે ચર્ચા

નવી દિલ્હી તા. ૨૬ : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનીઙ્ગઅધ્યક્ષતામાં પક્ષ મુખ્યાલયમાં મહાસચિવ,પ્રદેશ પ્રભારીઓ તેમજ પ્રદેશ અધ્યક્ષોનીઙ્ગબેઠક થશે. તેમાં સંગઠનને ચુસ્ત કરવા માટે રણનીતિ બનાવામાં આવશે. બીજી બાજુ આવતા વર્ષે થનારી રાજયોની વિધાનસભા ચૂંટણીના મુદ્દા અને એક નવેમ્બરથી શરૂ થતા સભ્યતા અભિયાન ઉત્સવની રીતે મનવા પર ચર્ચા થશે.

૧૪ નવેમ્બરથીઙ્ગમોંઘવારી વિરૂદ્ઘ અભિયાનમાં સામાન્ય માણસને પણ જોડાવાની યોજના પણ તૈયાર કરવામાં આવશે. આવતા વર્ષની શરૂઆતમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વર્ષના અંતમાં ગુજરાત તેમજ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી છે. પંજાબને છોડીને બાકી રહેલી દરેક જગ્યાએ કોંગ્રેસ વિપક્ષમાં છે. એવામાં પંજાબમાં સત્તા હેમખેમ રાખવા અને અન્ય રાજયોમાં વાપસી માટે મજબૂત રણનીતિ તૈયાર કરવામાં આવશે. તેમજ યુપી પર વધુ ફોકસ કરવામાં આવશે.(

(11:37 am IST)