Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના બંધારણીય મહાનુભાવોનું સન્માન કરવા દેશનો દરેક નાગરિક બંધાયેલો છે : વોટ્સએપ પર વડા પ્રધાનના કેટલાક કથિત વાંધાજનક ફોટા શેર કરનાર મોહમ્મદ અફાક કુરૈસીની જામીન અરજીની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટનું મંતવ્ય : જામીન મંજુર કર્યા

અલ્હાબાદ : વોટ્સએપ પર વડા પ્રધાનના કેટલાક વાંધાજનક ફોટા શેર કરનાર નાગરિક મોહમ્મદ અફાક કુરૈસીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન  અલ્હાબાદ હાઇકોર્ટે જનલાવ્યું હતું કે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના બંધારણીય મહાનુભાવોનું સન્માન કરવા દરેક નાગરિક બંધાયેલો છે .

આ મહાન રાષ્ટ્રના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સહિત બંધારણીય મહાનુભાવોનું સન્માન કરવું એ દરેક નાગરિકની ફરજ છે, અલ્હાબાદ હાઈકોર્ટે એક વ્હોટ્સએપ ગ્રુપ પર કથિત રૂપે વડા પ્રધાનનો વાંધાજનક ફોટો શેર કરનાર વ્યક્તિને જામીન આપતાં જણાવ્યું હતું .

સિંગલ જજ જસ્ટિસ મોહમ્મદ. ફૈઝ આલમ ખાને કહ્યું કે આ દેશના વડાપ્રધાન અથવા કોઈપણ બંધારણીય મહાનુભાવને કોઈ ચોક્કસ વર્ગ અથવા ધર્મ સુધી સીમિત ન કરી શકાય કારણ કે તેઓ આ દેશના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરે છે.

કોર્ટે કેસની એકંદર હકીકતો અને સંજોગોને ધ્યાનમાં લીધા બાદ અને અરજદારેમાંગેલી બિનશરતી માફીને ધ્યાનમાં રાખીને જામીન આપ્યા હતા.અરજદારને જામીન આપતી વખતે, કોર્ટે ધ્યાનમાં લીધું કે તે 18 સપ્ટેમ્બર, 2021 થી જેલમાં હતો અને તેનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:23 am IST)