Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

દુબઇમાં રાજકોટના પ્રિતેશભાઇ અનડકટને આઇકોનીક બિઝનેશમેન ઓફ દુબઇ ગુજરાતી એવોર્ડ અર્પણ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૨૬ : તાજેતરમાં દુબઇ ખાતે યોજાયેલા શ્નગુજરાતી ગૌરવઌ એવોર્ડ સમારોહમાં મુળ રાજકોટના અને હાલ દુબઇ ખાતે સ્થાયી થયેલા  પ્રિતેશભાઇ અનડકટને ગુજરાતી ગૌરવ (આઇકોનીક બીઝનેશમેન ઓફ દુબઇ) એવોર્ડ મળ્યો હતો.
આ એવોર્ડ સમારોહમાં બોલીવુડના સીતારા વિવેક ઓબેરોય, ડીઝી શાહ, અદીતી રાવ હૈદરી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ધર્મ-પત્નિ અમૃતા ફડણવીશ, અમૃતા ધાર, ડો.બુ.અબ્દુલા સહિત અનેક સેલીબ્રીટીઓ હાજર રહ્યા હતા.
પ્રિતેશભાઇને આ એવોર્ડ પાર્લામેન્ટના સદસ્ય મનોજભાઇ કોટકના હસ્તે આપવામાં આવ્યો હતો.

 

(11:21 am IST)