Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

જમાઈ સાથે રહેનાર સાસુ વળતર લેવા હકદાર

સાસુના વળતર સંબંધિત સુપ્રીમનો મોટો ચુકાદો : સુપ્રીમનો ચુકાદો છે કે પોતાના જમાઈ સાથે રહેનાર સાસુ પણ મોટર વ્હીકલ એકટ હેઠળ કાનૂની પ્રતિનિધિ બની શકે અને તે વળતર માટે પણ અરજી ફાઈલ કરી શકે

નવી દિલ્હી,તા. ૨૬: સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે પોતાના જમાઇ સાથે રહેતી સાસુ માટે વાહન એકટ હેઠળ કાનુની પ્રતિનિધિ છે અને અને દાવા અરજી હેઠળ વળતર માટે હક્કદાર છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એસએ નઝીરની આગેવાની વાળી ખંડપીઠે એક મોટો ચુકાદો આપતા જણાવ્યું કે ભારતીય સમાજમાં પુત્રી-જમાઈ સાથે સાસુ રહેતી હોય તે ઘટના નવાઈકારક નથી.

કોર્ટે કહ્યું કે વૃદ્ઘ થયા બાદ સાસુ દિકરીના દ્યેર રહેતી હોય છે અને તે તેના જમાઈ પર પણ નિર્ભર રહેતી હોય છે. મૃતકની સાસુ કાયદાકીય વારસ ન બની શકે પરંતુ જમાઈ પર આધારિત સાસુ જમાઈના મોત બાદ મોટર વ્હીકલ એકટ હેઠળ વળતરની દાવેદાર બની શકે.

મૃતકની સાસુને કાનૂની પ્રતિનિધિ ન માનનાર અને વળતરની રકમ ઘટાડી દેવાના કેરળ હાઈકોર્ટના ચુકાદાની સામે મૃતકની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી આપતા સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. મોટર વ્કીલલ કલેમ ટ્રિબ્યુનલે ૭૪.૫૦ લાખના વળતરનો આદેશ આપ્યો હતો પરંતુ હાઈકોર્ટે તેને ઘટાડીને ૪૮.૩૯ લાખ કરી નાખ્યું હતું. સુપ્રીમે જણાવ્યું કે મોટર વ્હીકલ એકટનું કહેવું છે કે વળતર વ્યાજબી અને યોગ્ય હોવું જોઈએ. મોટર વ્હીકલ એકટ લીગલ પ્રતિનિધિની વ્યાખ્યા કરતો નથી અને  લીગલ પ્રતિનિધિનો અર્થ સામાન્ય પ્રતિનિધિ એવો થાય છે અને તેને વળતરની રકમ મળે છે.

(9:50 am IST)