Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના જનોઈવઢ પ્રહારો: કહ્યું કે લદ્દાખ-અરુણાચલની જમીન ચીનના હાથમાં સરકતી જાય છે અને મોદી સરકાર ચૂપ છે: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કાશ્મીરમાં આતંકી યુદ્ધની તૈયારીમાં: ભારતે અનેક પડોશી દેશોની મિત્રતા ગુમાવી

નવી દિલ્હી :રાજ્યસભામાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પડોશી દેશો સાથે ભારતના સંબંધો અંગે કડક ટિપ્પણી કરી છે.
સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, “મોદી સરકાર ચૂપચાપ લદ્દાખ અને અરુણાચલની જમીન ચીનના હાથમાં ગુમાવી રહી છે.  સાથે જ ભારતે ચીનના પક્ષમાં ઘણા પડોશી દેશોની મિત્રતા ગુમાવી દીધી છે.  પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ટૂંક સમયમાં કાશ્મીરમાં આતંકવાદી યુદ્ધની તૈયારી કરી રહ્યા છે.  આ બધું માસ્ટરસ્ટ્રોક ન હોઈ શકે. "
સ્વામી ભૂતકાળમાં પણ કેન્દ્રની ભાજપ સરકાર પર કડક નિવેદન આપતા રહ્યા છે.  આ તાજા નિવેદને તેમના જ પક્ષની વિદેશ નીતિ પર સવાલો ઉભા કરી રહ્યું છે.

(12:00 am IST)