Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સુશાંતની મેનેજર દિશાના મૃત્યુની સીબીઆઈ તપાસ માગણી સુપ્રીમે ફગાવી દીધી: મુંબઈ હાઈકોર્ટ પાસે જવા કહ્યું

સુપ્રીમ કોર્ટે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયનના મોતની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે.  કોર્ટે અરજદારને આ અરજી પાછી ખેંચી બોમ્બે હાઇકોર્ટમાં જવા કહ્યું હતું. 28 વર્ષની દિશાએ 8 મી જૂને પશ્ચિમ મુંબઇના મલાડમાં એક બિલ્ડિંગના 14 મા માળેથી પડતું મુકતા મૃત્યુ પામી હતી.  છ દિવસ પછી, 14 જૂને, 34 વર્ષીય બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પણ મુંબઈના બાંદ્રામાં તેના ફ્લેટમાં ગળાફાંસો ખાધેલ લટકતો મળી આવ્યો હતો.

(4:08 pm IST)