Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સોશ્યલ મિડિયામાં હેકર્સની રડારમાં હવે પોલીસ પણ ?

સોશિયલ મિડિયામાં એકાઉન્ટ સેફ રાખવાની ગુરુચાવી લોગ આઉટ જરૂર કરો, પાસવર્ડ બદલતા રહો

રાજકોટ,તા. ૨૬: છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મિડિયામાં ફેક એકાઉન્ટ પરથી છેતરપિંડીના કેસ વધતાં ગયા છે. સામાન્ય માણસ સાથે છેતરપિંડી ત્યાં સુધી તો સમજી શકાય કે પોલીસ તેમને ન્યાય અપાવવા માટે છે પણ પોલીસ સાથે જ છેતરપિંડી થાય ત્યારે! સોશિયલ મિડિયામાં બીજાના નામના ફેક એકાઉન્ટ બનાવીને બીજાને મૂર્ખ બનાવવાની જાણે હોડ લાગી હોય તેવું લાગે, અને કેટલાક સમયથી એ પણ જોવા મળ્યું છે કે એકાઉન્ટ હેક થતાં હોય જો કે એકાઉન્ટ હેક થવા તે પણ કોઈ નવી વાત નથી આજ સુધી અનેક સેલિબ્રિટીના એકાઉન્ટ હેક થયા છે અને તેની અનેક ફરિયાદો પોલીસમાં થયેલી છે

હવે હેકર્સના ટાર્ગેટ પોઈન્ટ ઉપર પોલીસ આવી છે પોલીસ તંત્રના અનેક પોલીસ અધિકારીઓનાં સોશ્યલ મિડિયા એકાઉન્ટ હેક થયા હોવાની વાત જાણવા મળે છે. સાયબરક્રાઇમ વિભાગમાં કામ કરતાં પોલીસ પણ આવી ઘટનાના શિકાર થઈ ચૂકયા છે.

સાયબર ક્રાઇમ એકસપર્ટ જણાવે છે કે આજકાલ સાયબર ફ્રોડમાં પોલીસ અધિકારીઓનાં ઙ્ગનામથી ખોટા એકાઉન્ટ બનાવી રહ્યા છે અને લોકોને છેતરી રહ્યા છે. હેક્ર્સ પોલીસના નામનો ઉપયોગ કરીને ફેક એકાઉન્ટ બનાવે છે અને એમના જ નામના એકાઉન્ટ ઉપરથી પોલીસને મેસેજ કરીને તેમની જ પાસેથી પૈસા પડાવવાની તરકીબો કરવામાં આવે છે. કયારેક એકિસડેંટ કે કયારેક બીમારીના સબબ હેઠળ પૈસા પડાવવાનો કારસો રચવામાં આવે છે આવા કેસમાં પોલીસે તેમના એકાઉન્ટ સેફ રાખવા પડશે.

સોશ્યલ મીડિયામાં પોતાનું એકાઉન્ટ સિકયોર કેવી રાખવું

. પોતાના ફોટાને પબ્લિક ન રાખવો

.ટુ ફેકટર ઓથેંટિકેશન ઓન રાખવું

.મજબૂત પાસવર્ડ બનાવવા

.પાસવર્ડને સતત બદલાતા રહેવું

.શંકાસ્પદ લિન્ક ઉપર કયારેક કિલક ન કરવું.

.રિમેમ્બર પાસવર્ડનો ઉપયોગ કયારેય ન કરવો

.બ્રાઉઝર હિસ્ટ્રી હમેશા ડિલીટ કરવાની આદત રાખો

.જુદા જુદા એકાઉન્ટમાં જુદા જુદા પાસવર્ડ રાખો

.એકાઉન્ટનો ઉપયોગ થયા બાદ લોગ આઉટ જરૂર કરવું.

એકાઉન્ટને સલામત રાખવા શું કરવું

સાયબર ક્રાઇમ જાણકારો જણાવે છે કે પોતાના એકાઉન્ટ ને સેફ રાખવા હવે અનેક બાબાબતોનો ખ્યાલ રાખવો પડે છે પૈસા કે પછી બીજી કોઈ રીતે હેકર્સ બ્લેકમેલ કરે કહ છે. એકાઉન્ટ સેફ રાખવા માટે લોગ આઉટ જરૂર કરવું કોઈ અજાણ્યાને મેસેજના જવાબ ન આપવા, કોઈપણને પૈસાની જરૂર હોય તો તેની તપાસ કરો

(3:58 pm IST)