Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દિલ્હીમાં હવામાં પ્રદૂષણનું સ્તર બમણું :હવા 'ગંભીર' સ્થિતીમાં પહોંચી

દશેરા નિમિત્તે કરેલા ફટાકડાએ હવાની ગુણવત્તા ખરાબ કરી દીધી

નવી દિલ્હી : દિલ્હીમાં હવામાં પ્રદૂષણનું સ્તર બમણું થયું છે,દિલ્હીમાં દશેરા નિમિત્તે કરેલા ફટાકડાએ હવાની ગુણવત્તા ખરાબ કરી દીધી છે. સીઝનની શરૂઆતમાં દિલ્હીમાં હવાના પ્રદૂષણનું સ્તર 200 એક્યુઆઈની નજીક હતું, જે સોમવારે સવારે 400 ની પાર પહોંચી ગયું છે. રવિવારે સાંજે 6 વાગ્યા પછી દિલ્હીના 5 મોનિટરિંગ સ્ટેશનો પર પ્રદૂષણની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં હવામાં પ્રદૂષણનું સ્તર બમણું થયું હોવાનું જાણવા મળ્યું છે.
સોમવારે સવારે દિલ્હીની હવા 'ગંભીર' સ્થિતીમાં પહોંચી હતી. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સોમવારે સવારે દિલ્હીની હવાનું એક્યુઆઈ 500થી વધુ રહ્યું હતું. આ સિઝનમાં આ પહેલીવાર છે જ્યારે દિલ્હીની એક્યુઆઈ 405 ને પાર ગયું છે. આ પહેલા રવિવારે દિલ્હીમાં હવાની ગુણવત્તાનું સ્તર 352 એક્યુઆઈ હતું. અધિકારીઓએ કહ્યું કે રોહિણી, આઈટીઓ અને દ્વારકા જેવા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર 'ગંભીર' સ્થિતિમાં છે

(9:34 am IST)