Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

શ્રીનગરના કાકા સરાય વિસ્તારમાં CPRF પર ગ્રેનેડથી હુમલો : છ જવાન ઈજાગ્રસ્ત

સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરી લીધો: સર્ચ ઓપરેશન યથાવત્

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના કાકા સરાય વિસ્તારમાં આતંકીઓએ સુરક્ષાબળો પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલામાં 6 જવાન ઈજાગ્રસ્ત થયા છે. આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસના જવાનો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો આ હુમલા પછી સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરી લીધો છે. હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત્ છે.

સેનાના મતે શનિવારે આતંકીઓએ કાકા સરાય વિસ્તારમાં સીઆરપીએફ બંકર પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં 6 જવાનો ઇજાગ્રસ્ત થવાની સુચના મળી રહી છે.

(8:27 pm IST)