Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

ઓકટોબરથી કોરીયાની જાયન્‍ટ સેમસંગ નોઇડામાં લેપટોપનું ઉત્‍પાદન શરૂ કરશે

૪૦ થી વધુ આઇટી હાર્ડવેર ઉત્‍પાદકોએ ઓગષ્‍ટમાં લેપટોપ, ટેબ્‍લેટસ, પર્સનલ કોમ્‍પ્‍યુટરનું ઉત્‍પાદન કરવા તૈયારી બતાવી હતી

નવી દિલ્‍હી, તા., ર૬:  કેન્‍દ્ર સરકારે તાજેતરમાં વિદેશમાંથી લેપટોપ, પીસી અને ટેમ્‍બલેટસ આયાત કરવાના તેના પ્‍લાનમાં બાંધછોડ કરતા ઉત્‍પાદકોને ભારે રાહત મળી છે. ગયા મહિને ગ્‍લોબલ પર્સનલ કોમ્‍પ્‍યુટર ઉત્‍પાદકો પૈકીના ૪૪ ઉત્‍પાદકોએ ભારતમાં ઉત્‍પાદન શરૂ કરવા માટે રજીસ્‍ટ્રેશન કર્યુ છે. કોરીયાની જાયન્‍ટ સેમસંગ કંપની આવતા મહિનાથી ગ્રેટર નોઇડામાં લેપટોપનું એસેમ્‍બલીંગ  શરૂ કરવા જઇ રહી છે તેમ  મીન્‍ટના અહેવાલમાં જણાવાયું છે. ગ્રેટર નોઇડામાં આવેલા સેમસંગના પ્‍લાન્‍ટમાં  ૭૦ હજાર ઉપકરણો બનાવવા તરફ કંપની આગળ વધી રહી છે. અત્‍યાર સુધી સેમસંગ પોતાના ગ્રેટર નોઇડાના પ્‍લાન્‍ટમાં મોબાઇલ ફોનના ઉત્‍પાદનમાં પ્રવૃત હતી. હવે તે લેપટોપ મેન્‍યુફેકચરીંગ યુનીટ શરૂ કરવા જઇ રહી છે. જેમાં ૬૦ થી ૭૦ હજાર પીસ વર્ષ દરમિયાન બનશે.

(4:57 pm IST)