Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પ્રયાગરાજ પાસે આવેલા યોગીના મંદિરમાંથી મૂર્તિ ગાયબ

અયોધ્‍યા પ્રયાગરાજ હાઇવે ઉપર આવેલા ભદ્રસા નજરે મોરિયાના પુરવા ખાતે આવેલ યોગી મંદિરમાંથી આજે બપોરે મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથની મૂર્તિ રહસ્‍યમય સ્‍થિતિમાં ગાયબ થઇ ગઇ છે. સ્‍થાનિક લોકો કહે છે કે મૂર્તિ પોલીસની ગાડીમાં આવેલ લોકો ઉઠાવી ગયા હતા જયારે પોલીસ કહે છે કે મૂર્તિ મંદિરનું નિર્માણ કરનાર પ્રભાકર મૌર્ય એ પોતે જ ગાયબ કરી છે. જો કે આ પ્રભાકર પણ બનાવ બાદ લાપતા છે અને તેનો મોબાઇલ નંબર સ્‍વીચ ઓફ આવે છે.

(4:09 pm IST)