Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

નવરાત્રી મહિમા તથા વિધી

નોરતુ ૧લુ - યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. તેમા ચૈત્રી નવરાત્રી તથા આસો મહિનાની નવરાત્રી માનવ જાતનુ સમગ્ર પણે કલ્યાણ કરનારી છે.
શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શ્રી વ્યામ મૂર્તિ એ જન્મેંજય રાજાના પ્રશ્નના જવાબમાં તેમને નવરાત્રીનો મહિમા તથા વિધિ જણાવતા કહેલુ કે પૃથ્વી ઉપર જેટલા વ્રતો અને વિવિધ વ્રતો છે તેમાં આ નવરાત્રી વ્રતની તુલ્ય એક દાનો નથી આ વ્રત નિત્ય ધન-ધન્ય આપનાર, સુખની પરંપરામાં વૃધ્ધિ કરનાર તથા આયુષ્ય અને આરોગ્ય આપનાર છે નવરાત્રી વ્રત કરનાર વિદ્યા, ધન, પુત્ર, સૌભાગ્ય વિ. તો મેળવે છે જ પણ જીવનના અંતે સ્વર્ગ અને મોક્ષ પણ પામે છે.
માતાજીનુ પુજન રકતચંદન અને બિલીપત્રોથી કરીને ભવાનીનુ પૂજન કરવુ જોઇએ જીવનમાં સુખ-શાંતી મેળવવા માટે નવરાત્રીમાં શિવાદેવીની આરાધના કરવી જોઇએ માં ચંડિકાનું ધ્યાન ધરવું જોઇએ.
નવરાત્રી વ્રત દરમ્યાન નિયમપૂર્વક પૂજા કરવા માટે જે અશકત હોય તેણે અષ્ટમીના દિવસે વિશેષ પુજન કરી ઉપવાસ કરવો જોઇએ બધા ઉપવાસ ના કરી શકે તો આંતરે દિવસે ત્રણ ઉપવાસ કરવા જોઇએ અને સપ્તમી અષ્ટમી તથા નવમીના રોજ ભકિતભાવ પૂર્વક પુજન કરવું જોઇએ.
નવરાત્રીમાં પડવાના દિવસે સવારમાં નદી કે તળાવમાં સ્નાન કરી વેદી કરીને જવારા વાવવા ત્યાર બાદ કુંભ સ્થાપન કરવુ યોગ્ય બ્રાહ્મણ દ્વારા પુજા કરાવવી યથાશકિત જપ કરવા ભગવતી યંત્રનું સ્થાપન કરવુ જો મૂર્તિના હોય તો નવાર્ણ મંત્રયુકત સ્થાપન કરવું.
અને ત્યંા પાઠપુજા માટે કવચ સ્થાપના કરવી. પહેલે દિવસ હસ્ત નક્ષત્રમાં પુજન કરવાનું શ્રેષ્ઠ છે. પોતાને જે નિયમ લેવાનો હોય તેનો સંકલ્પ કરી માતાને વિનંતી કરવી કે હે માં હુ નવરાત્રી વ્રત કરીશ માટે મને સંપૂર્ણ સહાય કરજો આ પ્રમાણે પ્રાર્થના કરી બ્રાહ્મણ દ્વારા જ બધી પુજા કરવવાથી શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે નવ કુમારિકાનું પુજન કરવુ આ રીતે પુજા, જપ, હોમ કુમારી પૂજન તથા બ્રહ્મભોજન દ્વારા કરવામાં આવેલ વ્રત સંપૂર્ણ પૂર્ણ થયેલ કહેવાય છ.ે
આ નવરાત્રી વ્રત શાસ્ત્રમાં જણાવ્યા મુજબ શ્રી વિષ્ણુ એ, શ્રી બ્રહ્માજીએ, મહાદેવે તથા સ્વર્ગમાં રહેલ ઇન્દ્રે પણ કર્યું હતું રાવણનો નાશ કરવા માટે ભગવાન રામચન્દ્રજીએ પણ કર્યું હતુ આ કપરા કલીકાલમાં આધિ, વ્યાધિ, ઉપાધીથી ગ્રસ્ત માનવ જાતે પણ માનુ શરણ લઇને નવરાત્રી વ્રત કરી પોતાનું કલ્યાણ સાધવુ જોઇએ.
 

 

દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪

(12:09 pm IST)