Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

આગામી સપ્તાહે CNG-PNGના ભાવમાં વધારો થવાની શક્યતા

Alternative text - include a link to the PDF!

નવી દિલ્હી, તા.૨૬: આગામી સપ્તાહે CNG અને PNGના ભાવમાં વધારો થવાની ધારણા છે. કેન્દ્ર સરકાર ૧ ઓકટોબરે કુદરતી ગેસની કિંમતોની સમીક્ષા કરશે, જેમાં તેની કિંમતોમાં સુધારો કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમીક્ષા બાદ કુદરતી ગેસની કિંમત અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી શકે છે.
ONGCના જૂના ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવવામાં આવનાર દર યુનિટ દીઠ $૬.૧ (મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ) થી વધીને $૯ પ્રતિ યુનિટ થવાની ધારણા છે. આ રેગ્યુલેટેડ વિસ્તારો માટે અત્યાર સુધીનો સૌથી વધુ દર હશે. આ ઉપરાંત, KG બેસિનના D6 બ્લોકમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદિત કુદરતી ગેસની કિંમત આજે વધીને ઼૧૨ થઈ શકે છે, જે હાલમાં $૯.૯૨ છે. ૧ ઓકટોબરથી ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીના સમયગાળા માટે ગેસની કિંમત જુલાઈ, ૨૦૨૧થી જૂન, ૨૦૨૨ સુધીની કિંમતોના આધારે નક્કી કરવામાં આવશે. તે સમયે ગેસના ભાવ ખૂબ ઊંચા હતા.

 

(12:03 pm IST)