Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ભાજપ નેતાઓની તુલના મરેલા કુતરા સાથે કરી : મમતા બેનર્જીના પ્રહાર બાદ રાજકારણમાં હડકંપ

મમતાએ કહ્યું-- કહ્યું કે જ્યારે હું એક બેઠક માટે ગઈ ત્યારે મે સાંભળ્યું કે એક ભાજપ કાર્યકર્તા મૃતદેહ સાથે મારા ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

કોલકતા :  ભવાનીપુરમાં પેટા ચૂંટણીને લઈ ભાજપ ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે અન્ય નેતાઓ સાથે શનિવારે દક્ષિણ કોલકાતામાં હાજરા ફોર્સમાં એક વિરોધ રેલીનું આયોજન કર્યું છે.જેને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતક ભાજપ નેતા મનાસ સાહાની તુલના મરેલા શ્વાસ સાથે કરી છે. જેથી આ મુદ્દે હવે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ગત શુક્રવારે મમતા બેનર્જી તેમના વિધાનસભા વિસ્તારમાં જનતાને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે જ્યારે હું એક બેઠક માટે ગઈ ત્યારે મે સાંભળ્યું કે એક ભાજપ કાર્યકર્તા મૃતદેહ સાથે મારા ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

વધુમાં મમતા બેનર્જીએ ભાજપ શાસીત રાજ્યોને ચેતવણી આપતા કહ્યું કે જો હું મરેલો શ્વાન તમારા ઘરે મોકલું તો કેવું લાગશે. સાથેજ કહ્યુ કે તમને નથી લાગતું કે મારી પાસે જરૂરી જનશક્તિ છે. ઉપરાંત તેમણે કહ્યું કે એક સડેલા કુતરાને તમારા ઘરની બહાર ફેકવામાં માત્ર સેકેન્ડોનો સમય લાગશે અને તમે 10 દિવસ સુધી જમી પણ નહી શકો.

અગાઉ ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદારે લોકસભા સદસ્ય અર્જુનસિંહ,જ્યોતિર્મય સિંહ મહતો અને તિબરેવાલ પર ગુનો દાખલ કરાવ્યો હતો. જેમા તેણે એવા આક્ષેપો સાથે ગુનો દાખલ કર્યો કે તેમણે કાલીઘાટ પોલીસને લોક સેવકોની ડ્યુટી કરતા ગેરકાયદેસર રીતે રોકી હતી. તે સમયે પણ રાજકારણ ઘણું ગરમાયું હતું.

(5:07 pm IST)