Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ઉત્તરાખંડ, ગુજરાત, પંજાબ બાદ હવે ઉત્તરપ્રદેશના રાજકારણમાં નવા જુની થશે : યોગી સરકારમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ

અડધો ડઝન નવા મંત્રીઓ શપથ લે તેવી સંભાવના : બપોરે 2 કલાકે રાજભવનમાં બેઠક : સંભવિત નામોમાં જતિન પ્રસાદ, સંજય નિષાદ, બેબી રાની મૌર્ય, સંગીતા બળવંત બિન્દ, તેજપાલ નગર સહિત મંત્રીઓ શપથ લે તેવી સંભાવના

નવી દિલ્હી : ઉત્તરાખંડ, ગુજરાત, પંજાબ બાદ હવે ઉત્તરપ્રદેશના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળે છે. યોગી સરકારમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. જેમાં લગભગ અડધો ડઝન નવા મંત્રીઓ શપથ લઈ શકે છે. બપોરે 2 કલાકે રાજભવનમાં આ સંદર્ભે બેઠક યોજાશે. અત્યાર સુધી જે સંભવિત નામો બહાર આવી રહ્યા છે તેમાં જતિન પ્રસાદ, સંજય નિષાદ, બેબી રાની મૌર્ય, સંગીતા બળવંત બિન્દ, તેજપાલ નગર સહિત ઘણા મંત્રીઓ શપથ લઈ શકે છે. મળતી માહિતી મુજબ, શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 5 વાગ્યે યોજાવાનો છે.

ભાજપના સંગઠનના સૂત્રો અનુસાર, 10 ધારાસભ્યો આજે મંત્રીના શપથ લઈ શકે છે. જેમાં જતીન પ્રસાદ, સંજય નિષાદ, બેબી રાની મૌર્ય અને અન્ય પછાત વર્ગના નેતા જેમને એમએલસીના નામો માટે ફાઇનલ કરવામાં આવ્યા છે. મંત્રી બનવા માટે તેમનું નામ લગભગ નિશ્ચિત છે. પરંતુ આ સિવાય આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિભાગોમાંથી વધુ છ મંત્રીઓ શપથ લઈ શકે છે.

સરકાર સામે કોઈ એવી કોઈ સમસ્યા નથી કે જે વ્યક્તિને મંત્રી બનાવવામાં આવશે, તે MLC અથવા તો ધારાસભ્ય તરીકે ચૂંટાયો હોવો જરૂરી છે. યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર બીજા લોકોને અલગ અલગ લોકોની સેવા કરવા માટે મંત્રી બનાવી શકે છે.

ચાર મહિના પછી યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, આ કેબિનેટ વિસ્તરણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. આ વર્ષે 8 જુલાઈએ મોદી કેબિનેટના વિસ્તરણમાં ઉત્તર પ્રદેશના નેતાઓને ખાસ પસંદગી આપવામાં આવી હતી. જેમાં જ્ઞાતિનું ગણિત કેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. કેન્દ્રમાં યુપીમાંથી બનેલા 7 નવા મંત્રીઓમાંથી 4 ઓબીસી, 2 દલિત અને એક બ્રાહ્મણ સમાજના હતા. મોદી કેબિનેટમાં યુપીમાંથી 15 મંત્રી બનાવવામાં આવ્યા હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

(1:44 pm IST)